
બનાસકાંઠા જિલ્લામાંથી સોશિયલ મીડિયા મારફતે પોલીસને બદનામ કરતો શખ્સ આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા એપ્પ. ઇન્સ્ટાગ્રામમાં જીનલ આહીર રાણી આઈ.ડી. ચલાવનાર ઇસમની ધાનેરા પોલીસે અટકાયત કરી છે. જીનલ આહીર રાણી 007 આઈડી પર ગોવિદ રાઠોડ પોલીસને બદનામ કરતા વિડીયો અપલોડ કરતો હતો. આખરે પોલીસે તેને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી હાછ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, આરોપીએ દારૂ, જુગાર ચાલતા હોવાના અનેક વિડીયો અપલોડ કર્યા હતા. પોલીસ અધિકારીઓ તોડ કરતા હોવાની પણ અનેક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ આઈડી પર કરી પોલીસને બદનામ કરતો હતો. જીનલ આહીર રાણી 007 ઇન્સ્ટાગ્રામ આઈડી પર IPS પૂજા યાદવનો ફોટો રાખ્યો હતો. જીનલ આહીરાણી 007 ઇન્સ્ટા આઈડી ચલાવનાર શખ્સ ગોવિદ સંભુજી રાઠોડની પોલીસે અટકાયત કરી છે. સોશિયલ મીડિયામાં પોલીસને બદનામ કરવા મામલે દાંતીવાડા, વાવ, થરાદ અને આગથળા પોલીસ સ્ટેશનમાં આહીર રાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફરિયાદ થઈ છે. આ સમગ્ર મામલે ધાનેરા PI એમ.જે. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
ગોવિદ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત રોજ વાવ કોર્ટમાં રજૂ કરાતા વાવ કોટે ત્રણ દિવસના સોમવાર સુધી રીમાન્ડ મંજૂર કર્યા હતા રીમાન્ડ દ્વારા આને ખોટા વીડિયો બાબતે કોણ કોણ મદદ કરતું હતું તેમજ આ ફેક વીડિયો કોણ બનવતું હતું તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.
Instagramમાં જીનલ આહિરાણી 007 આડી ધારકને 4,00,000 ચાર લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતો હતો અને પોલીસના ખોટા વીડિયો પોસ્ટ બનાવી બનાસકાંઠા જિલ્લા પોલિસને બદનામ કરતો હતો.
બનાસકાંઠા જિલ્લા ના થરાદ પોલીસ સ્ટેશન PSI સીપી ચૌધરીએ ગુનો નોંધાવ્યો હતો ત્યાર બાદ વાવ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા જિલ્લા LCBમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ જોષીએ તેમજ એક આગથળા પોલીસ સ્ટેશનમાં અને એક દાંતીવાડા પોલીસ મથક પોલીસ દેશી દારૂ સાથે સંકળાયેલ છે તેવી પોસ્ટ તેમજ વીડિયો વાયરલ કરતા ત્યાં દાંતીવાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો જ્યારે એક NC નોંધાઇ હતી.