
અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા મારવાની ઘટના સામે આવી છે. ડિસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાથી તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.સ્કૂલના શિક્ષકોએ આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સલિંગ કરવામા આવ્યું. સમગ્ર મામલો પોલી સ્ટેશન પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ શા માટે કાપા માર્યા હતા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પહેલા આવી ઘટના અમરેલીના બગસરામાંથી સામે આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા હતા. આ ઘટનાથી બાળકોના વાલીઓ સ્તબ્ધ થયા હતા. ધોરણ-5,6,7ના વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા હતા.
40 બાળકોએ હાથ અને પગમાં માર્યા કાપા
સમગ્ર મામલે વાલીઓ શાળાએ દોટ મૂકી હતી. પ્રાથમિકશાળામાં આ ઘટના મામલે વાલીઓને યોગ્ય જવાબ મળ્યો નહોતો. યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ ગ્રામપંચાયત દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલો શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યો હતો, વિભાગે તપાસના આદેશ આપ્યા છે.