
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વડાના આદેશ બાદ અસમાજિક તત્વો અને તેના ગેરકાયદે મકાનો સામે કાર્યવાહી ચાલી રહી છે. જેને પગલે અસામાજિક તત્વોમાં પણ ડરનો માહોલ છવાયો છે. અમરેલી શહેર સહિત જિલ્લાના તોફાની તત્વોમાં ફફટાડ ફેલાયો છે. પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલા ગુનાગાર સીધાદોર થય ગયેલા જણાયા હતા.
અમરેલીમાં અસામાજિક તત્વો તંત્રની કાર્યવાહી પહેલા દબાણકારોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે મકાન પર બુલડોઝર ફર્યું હતું. જયરાજ વાળા અને ભરત કળસરિયા દ્વારા દબાણ કરાયું હતું. જયરાજ વાળા ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા અલગ અલગ જિલ્લામાં કુલ 29 ગુન્હા નોંધાયેલા છે. જેથી તેના દબાણ દૂર કરાયા હતા. આ ઉપરાંત આર્મ્સ એક્ટ ખંડણી પ્રોહિબિશન સહિત અલગ અલગ ભૂતકાળમાં ગુન્હાઓ નોંધાઇ ચૂક્યા છે.