
બોટાદ જિલ્લાના ગઢડા પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર રમેશભાઈ રાઠોડો પર ગઈકાલે ચાર શખ્સોએ કરેલા હુમલાને લઈ આજે એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચારેય શખ્સો સામે કલમ-115-2, 117-2, 118-2, 352, અને 351 એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરી છે.
ગઢડા નગરપાલિકાના કોંગી કોર્પોરેટર એવા રમેશભાઈ રાઠોડ પર ગઈકાલે રાત્રીના સમયે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જેથી કોર્પોરેટર રમેશભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓની સારવાર હેઠળ ખસેડાયા બાદ તેઓની ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે જઈ એફએસએલ, ડીવાયએસપી તેમજ પોલીસ કાફલાએ તપાસ કરી હતી. જે બાદ ફરિયાદના આધારે પોલીસે ગોપાલભાઈ કનુભાઈ ચાવડા, પાર્થ કનુભાઈ ચાવડા, વિશાલ ધીરૂભાઈ ડવ, પ્રજેશ કાળુભાઈ ડવ સામે ફરિયાદ નોંધાઈ હતી.