
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષામાં બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝન આન્સર કી જાહેર કરવામાં આવી છે. ધો.12 સાયન્સ પ્રવાહના ગણિત, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને જીવવિજ્ઞાન વિષયોની આન્સર કરી જાહેર કરાઈ છે. આ તમામ વિષયોની આન્સર કરી વિદ્યાર્થીઓ GSEB.ORG પર જોઈ શકે છે.
રાજ્યમાં ગત મહિનાના અંતિમ અઠવાડિયેથી ધો.10 અને ધો.12ની સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ હતી. જે 20 માર્ચ પહેલા તમામ વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. અને હવે જવાબવહીઓ પણ જોઈને મૂલ્યાંકન આપવાનું શરૂ થઈ ગયું છે ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ પ્રવાહના વિષયોની પ્રોવિઝન આન્સર કરી જાહેર કરી હતી. જે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે. આગામી 24 માર્ચ સુધી બોર્ડ દ્વારા આન્સર કીના સૂચનો સ્વીકારવામાં આવશે.