
ગુજરાતમાં ઠેર ઠેર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘણી વખત વીજપોલમાં ખામી સર્જાતા તેના કરંટથી ખેતરના પાકને ભારે નુકસાન પહોંચવાની ઘટનાઓ સામે આવી છે. એવામાં સાબરકાંઠા જિલ્લામાં UGVCLની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં ઈડરના લાલોડા રોડ પર ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.
બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતાં ખેડૂતને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. વીજ લાઈનોમાં બેદરકારીને પગલે આગ લાગતાં ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મોહનભાઈ નરસાભાઈ પટેલના ખેતરમાં આગની ઘટના બની હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી તેમને બોલાવી પાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ખેડુતોને નુકસાની પગલે વળતર ચુક્કવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. UGVCLની બેદરકારીને પગલે જીલ્લામાં તૈયાર પાકમાં આગના બનાવો વધ્યા લાગ્યા છે. ખેડૂતોના મોમાં આવેલો કોળીયો આગમાં સ્વાહા થતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.