
નર્મદા જિલ્લાના રાજપીપલા દેવલિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ચોમાસા દરમિયાન ખાડા પુરવા માટે વાપરવામાં આવેલા પેવર બ્લોક ખુલ્લા થતા મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ છે. પેવર બ્લોક બહાર આવી જાય અને ટાયરના ખૂણા ઉપર દબાઈ તો તે પેવર બ્લોક ઉછળે અને અન્ય વાહનને અથડાઈ તો પણ અકસ્માતની ભીતિ સર્જાઈ છે.
થીંગડા મારવામાં લેવલ બગડ્યું
ચોમાસા દરમિયાન ખાડા પૂરતી વખતે નેશનલ હાઇવે 56 ના અધિકારીઓ રોડ અને ખાડા વચ્ચે ડામરનો માલ પાથર્યો હતો. તેમાં રોડ અને ખાડાનું લેવલ ઉંચુ નીચું થઇ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. નેશનલ હાઇવે 56 ના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આખો રોડ ઘસાઈ ગયો છે.
અધિકારીઓ વિઝીટ કરતાં નથી
સ્ટૅચુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. હજારો વાહનોથી ધમધમતો રોડ છે. ત્યારે વહેલી તકે પડેલા ખાડા અને રોડના ખાડા પૂરતી વખતે કાળજીના લેવાઈ હતી. તેને નવેસરથી તોડીને ખાડા પૂરવામાં આંવે તે જરૂરી બન્યું છે. નેશનલ હાઇવે 56 ના અધિકારીઓની કચેરી ભરૂચ ખાતે આવેલી હોવાથી તેઓ જોવા પણ આવતા નથી. 70 કિલોમીટર દૂર નેશનલ હાઇવે 56ની કચેરી આવેલી છે. તેના અધિકારીઓ રોડની વિઝીટ કરે તે જરૂરી બન્યું છે.