
આજથી ત્રણ મહિના સુધી દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના દરિયામાં ન્હાવા પર દીવ પ્રશાસન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ માટે જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દીવનો રમણીય દરિયા કિનારો વિશ્વ વિખ્યાત છે.
દીવના દરિયામાં ત્રણ મહિના સુધી ન્હાવા પર પ્રતિબંધ
દીવમાં દરિયામાં કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્રણ મહિના માટે દીવના દરિયામાં લોકોના ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દીવ ફરવા જતા પ્રવાસીઓમાં આ નિર્ણય સાથે જ નિરાશા વ્યાપી ગઇ છે.
દીવ જતા પ્રવાસીઓએ દરિયાથી ત્રણ મહિના સુધી દૂર જ રહેવું પડશે. દીવ પ્રશાસન દ્વારા લોકોની સલામતીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને કારણે દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે અને માછીમારોને પણ આ સમય દરમિયાન દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.