તાજેતરમાં ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) વિશે એવી અફવા ફેલાઈ હતી કે તે 9 વર્ષના લગ્નજીવન પછી તેના પતિ વિવેક દહિયા (Vivek Dahiya) થી અલગ થઈ રહી છે. દિવ્યાંકા અને વિવેક બંનેએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા નહતી આપી અને તેથી આ અફવાઓએ તેમના ફેન્સને ચિંતિત કર્યા. હવે આખરે વિવેક દહિયા (Vivek Dahiya) એ છૂટાછેડા (Divorce) ના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ અહેવાલોને માત્ર અફવાઓ ગણાવી અને કહ્યું કે આવા સમાચારો પર ધ્યાન આપવાને બદલે, તે અને દિવ્યાંકા તેના પર હસે છે.

