Home / India : What is the national language of India? DMK MP Kanimozhi's answer won hearts

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? DMK સાંસદ કનિમોઝીના જવાબે સ્પેનમાં બધાના દિલ જીતી લીધા

VIDEO: ભારતની રાષ્ટ્રભાષા કઈ? DMK સાંસદ કનિમોઝીના જવાબે સ્પેનમાં બધાના દિલ જીતી લીધા

DMK MP Kanimozhi : ભારતના ઑલ પાર્ટી ડેલિગેશનની આગેવાની કરી રહેલા DMK સાંસદ કનિમોઝીએ સોમવારે (2 જૂન) સ્પેનમાં કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય ભાષા એકતા અને વિવિધતા છે. આ જ સંદેશ અમે દુનિયાને આપવામાં આવ્યા છીએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતની રાષ્ટ્ર ભાષા કઈ છે?

સ્પેનમાં ભારતીય ડેલિગેશનને પૂછવામાં આવ્યું હતું કે, ભારતની રાષ્ટ્ર ભાષા શું છે? જેના જવાબમાં કનિમોઝીએ કહ્યું કે, 'ભારતની રાષ્ટ્ર ભાષા એકતા અને વિવિધતા છે. આ જ જરૂરી સંદેશ છે જે આજે દુનિયા સુધી પહોંચાડવો જોઈએ.' કનિમોઝીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ DMK કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં સામેલ ત્રણ ભાષા ફોર્મ્યુલાનો વિરોધ કરી ચુક્યા છે. 

સ્પેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત

સ્પેનમાં કનિમોઝીના નેતૃત્વમાં ભારતનું 'ગૃપ-6' ડેલિગેશને સ્પેનના વિદેશ મંત્રી જોસે મેન્યુઅલ અલ્બારેસ સાથે મુલાકાત કરી હતી. સ્પેનમાં ભારતીય દૂતાવાસે જાણકારી આપી કે, આ મુલાકાતમાં ભારતીય ડિલિગેશને આતંકવાદ સામે ભારતની લડાઈ અને 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમાલા પર ભારતની સ્થિતિની જાણકારી આપી હતી. 

વિદેશ મંત્રી અલ્બારેસે કહ્યું કે, સ્પેન ભારત વતી આતંકવાદ વિરોધી લડાઈમાં સંપૂર્ણ રીતે તેમની સાથે ઊભું છે. આતંકવાદ ક્યારેય જીતી નહીં શકે અને દુનિયામાં શાંતિ સૌથી જરૂરી છે. 

આતંકવાદ પીડિતો માટેના સંગઠન સાથે મુલાકાત

ડેલિગેશને સ્પેનમાં 'એસોસિએશન ઑફ વિક્ટિમ્સ ઑફ ટેરરિઝ્મ' નામની સંસ્થા સાથે પણ મુલાકાત કરી હતી. આ સંસ્થા દુનિયાભરમાં આતંકવાદથી પીડિત 4 હજારથી વધુ લોકો સાથે કામ કરે છે અને તેમને માનસિક અને સામાજિક મદદ આપે છે. આ વાતચીતમાં ભારત અને સ્પેન બંને દેશોએ પોતપોતાના અનુભવ શેર કર્યા અને આવા પીડિતોની મદદ માટે અપનાવવામાં આવી રહેલી રીત પર ચર્ચા કરી. ડેલિગેશને ભારતમાં સીમા પાર આતંકવાદનો સામનો કરવાના પોતાના અનુભવ શેર કર્યા. 

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષા વિવાદ

કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકારની વચ્ચે ટ્રાઇ લેંગ્વેજ પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ ભલામણ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ 3 ભાષાઓ શીખી શકે, પરંતુ કોઈ ભાષાને ફરજિયાત કરવામાં નથી આવી. રાજ્ય અને સ્કૂલને નક્કી કરવાની આઝાદી છે કે, તે કઈ ત્રણ ભાષાઓ ભણાવવા ઈચ્છે છે. જોકે, તમિલનાડુ સરકાર હિન્દી ભાષાનો વિરોધ કરી રહી છે. 

તમિલનાડુમાં કેવી રીતે શરૂ થયો આ ભાષા વિવાદ? 

15 ફેબ્રુઆરીઃ ધર્મેન્દ્ર પ્રધાને વારાણસીના એક કાર્યક્રમમાં તમિલનાડુ સરકાર પર રાજકીય હિતોને સાધવાનો આરોપ લગાવ્યો.
18 ફેબ્રુઆરીઃ ઉદયનીધિએ કહ્યું- કેન્દ્ર ભાષા યુદ્ધ શરૂ ન કરે.

ચેન્નઈમાં DMKની રેલીમાં નાયબ મુખ્યમંત્રી ઉદયનીધિ સ્ટાલિને કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને ખુલ્લેઆમ ધમકી આપી છે કે, ફંડ ત્યારે જ આપવામાં આવશે, જ્યારે અમે ટ્રાઇ લેંગ્વેજ ફોર્મ્યુલાનો સ્વીકાર કરીશું, પરંતુ અમે તમારી સામે ભીખ નહીં માંગીએ. જે રાજ્ય હિન્દી સ્વીકાર કરે છે, તે પોતાની માતૃભાષા ગુમાવી દે છે. કેન્દ્ર ભાષા યુદ્ધ શરૂ ન કરે.

23 ફેબ્રુઆરીઃ શિક્ષણ મંત્રી સ્ટાલિને લખ્યો પત્ર

ટ્રાઇ લેંગ્વેજ વિવાદ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનને પત્ર લખ્યો. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના વિરોધની ટીકા કરી. કોઈપણ ભાષાને થોપવાનો પ્રશ્ન નથી, પરંતુ વિદેશી ભાષાઓ પર વધુ નિર્ભરતા ખુદની ભાષાને સીમિત કરે છે. NEP તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે.'

25 ફેબ્રુઆરીઃ સ્ટાલિને કહ્યું- અમે ભાષા યુદ્ધ માટે તૈયાર છીએ. કેન્દ્ર અમારી ઉપર હિન્દી ન થોપે. જો જરૂર પડી તો રાજ્ય એક ભાષા યુદ્ધ માટે તૈયાર છે.


Icon