
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 જેટલા DNAના સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 47 લોકોના મૃતદેહ તેમના પરીવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી
જે પરિવારજનોના DNA મેચ થઈ ગયા છે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આજે સવારથી 13 લોકો મૃતદેહ લેવા આવ્યા છે. જેમાં 9 લોકો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજા હજી 8 લોકો આવશે. 12 પરિવારજનો હજી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બીજા મૃતદેહ રાહ જોઈ રહ્યા છે. 11 જેટલા પરિવારજનો સાથે ચર્ચા કરી મૃતદેહ લેવા માટે આવશે.