
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જોડવાન ગામમાંથી કૂતરાઓના આતંકનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે કુદરતી હાજતે ગયેલી 40 વર્ષીય ઇમાબેન વસાવા પર આશરે 15 જેટલા કૂતરાઓએ એકસાથે હુમલો કર્યો હતો.
શોધખોળમાં નીકળી પડ્યાં
મળતી વિગતો મુજબ,સવારે આશરે 5.30 કલાકે મહિલા ઘરની બહાર ગઈ ત્યારે કૂતરાઓએ તેમની ઘેરી લઈ તેમની પર વધુમાં વધુ બચકાંઓ ભર્યા હતા. કૂતરાઓના આક્રોશી હુમલામાં ઇમાબેન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાને લઈને પરિવારજનો તેમની શોધખોળમાં નીકળી પડ્યા હતા અને થોડા સમય બાદ મહિલાનો લોહીથી તરબોળ મૃતદેહ મળી આવ્યો.
ગ્રામજનોમાં ભયની સાથે રોષ
સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસે લઈ તપાસ શરૂ કરી છે. ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વિધિવત કાર્યવાહી સાથે તંત્ર દ્વારા આવા છૂટેલા ઢોરોને કાબૂમાં લેવા માટે તાકીદે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.