રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં દેશના વિવિધ શહેરો પર 367 ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવ્યા. આ ભયાનક હુમલામાં ઝાયટોમીરમાં ત્રણ બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા. કેટલાક ડઝન લોકો ઘાયલ થયા છે. કિવ, ખાર્કિવ, માયકોલાઈવ, ટેર્નોપિલ અને ખ્મેલનીત્સ્કી જેવા મોટા શહેરોમાં આ હુમલાની અસર જોવા મળી છે.

