
ગાંધીનગરથી ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. જેમાં રવિવારે (13 એપ્રિલ) સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવકો ડૂબી ગયા છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ એકનો મૃતદેહ મળી ગયો છે અને અન્ય એકની શોધખોળ થઈ રહી છે.
શું હતી ઘટના?
અમદાવાદના ચાંદખેડાના રહેવાસી બે યુવકો વધતી ગરમીના પ્રકોપે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન બંને યુવકો નદીમાં ડૂબી ગયા હતાં. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ 19 વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ મળી આવી આવી છે. આ સિવાય બીજો યુવક અંશ પડિતનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. જેની શોધખોળ શરૂ છે. યુવકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.
નોંધનીય છે કે, આજે પાટણમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.