
Surendranagar News: સુરેન્દ્રનગરના લીંબડીમાં આવારા તત્વોનો આંતક સામે આવ્યો છે. વેપારીની દુકાન આવારા તત્વોએ તોડી પાડતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વેપારીને દુકાન ખાલી કરવાની ધમકી આપવામાં આવી છે. દુકાન ખાલી કરવામાં માટે જાનથી મારી નાખવાની ધમકી વેપારીને આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં હવે આવારા તત્વો બેફામ બની રહ્યા છે. વેપારીઓ સાથે ધોળે દિવસે બજારમાં બની રહી છે ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ અને ધારાસભ્ય સુધી વેપારીએ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આવરા તત્વો સામે કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો છે. તાત્કાલિક પગલે ભરી કડક કાર્યવાહી કરવા માટે વેપારી દ્વારા માંગ કરવામાં આવી છે.