Home / Gujarat / Surendranagar : Bodies of two children found after bathing in Bhogavo, Surendranagar

Surendranagar news: સુરેન્દ્રનગરની ભોગાવોમાં ન્હાવા પડેલા બે બાળકોના મળ્યા મૃતદેહ, ડૂબી જવાથી થયા મોત

Surendranagar news: સુરેન્દ્રનગરની ભોગાવોમાં ન્હાવા પડેલા બે બાળકોના મળ્યા મૃતદેહ, ડૂબી જવાથી થયા મોત

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો નદીમાં બે બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે બે ભાઈઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક તેઓ વધુ અંદર ખેંચાઈ ગયા હતા. બન્ને મામા- ફઈના ભાઈઓ હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બન્ને બાળકોની ઓળખ  કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ

બન્ને બાળકોની ઓળખ  કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બાળકો અચાનક ડૂબતા તેમણે બૂમો પણ મચાવી હતી, પણ કમનસીબે તેમનો જીવ બચ્યો નહોતો. બન્ને બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.  બાળકો ડૂબવાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી.

ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ મળ્યા

ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બન્ને બાળકોના  મૃતદેહને  પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Related News

Icon