Earthquake today: ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી ધ્રુજી ઊઠી હતી. રીક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ઈન્ડોનેશિયાનાં નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એન.સી.એલ)ના જણાવ્યા પ્રમાણે આજે સવારે આશરે 11 વાગે (સ્થાનિક સમય) દક્ષિણ-પૂર્વ-વિસ્તારમાં આવેલા તાનિમ્બાર ટાપુ ઉપર 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરંતુ સુનામીની ચેતવણી જાહેર કરવી પડે તેવી પરિસ્થિતિ ન હતી કે ન તો કોઈ જાન-માલનાં નુકશાનની માહિતી મળી નથી.

