VIDEO: અમદાવાદ શહેરમાં ગત 27મી જૂને શુક્રવારે નીકળેલી ભવ્ય અને ઐતિહાસિક જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થવાનો મામલો હવે ગરમાયો છે. ગજરાત પર બર્બરતા અંગે જ્યોતિર્નાથ મહારાજે તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું કે, રથયાત્રામાં હાથીને કાબૂ કરવા ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ મંદિરે લઈ જઈ હાથી પર ક્રૂરતા દાખવવામાં આવી હતી. જેથી રથયાત્રામાં જ્યારે હાથી લઈને નીકળો છો ત્યારે પાછળથી ડીજે અને સિસોટી જેવા અવાજો કરવામાં આવતા હતા. જેથી હાથી ભડકીને બેકાબૂ બન્યો હતો.
અમદાવાદમાં નીકળેલી રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થવા અંગે વધુમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, હાથીને લઈને નીકળો છો તો એ પ્રમાણે ડિસ્ટન્સ પણ રાખવું જોઈતું હતું. પ્રાણી પ્રેમથી વશ થાય છે, તમે તો વર્ષોથી તેને રાખો છો.ક્રૂરતા દાખવનાર સામે સરકારે અને જીવદયા પ્રેમીઓએ એક્શન લેવા જોઈએ.હાથીને બાંધીને શું મારો છો છૂટો કરીને મારો તો ખબર પડે શું થાય.હાથી પર કરવામાં આવેલી બર્બરતા અને ક્રૂરતાને અમે વખોડીએ છીએ.કેમ વન વિભાગ આમાં દોડી ન ગયું ? શું આ રાજકીય અખાડો છે તેવા સવાલો ઉઠાવ્યા હતા.
.