Home / Gujarat / Surendranagar : Retired S.T. Employees protested in Surendranagar, made this demand, read

Surendranagar news: સુરેન્દ્રનગરમાં નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓનો વિરોધ, આવી માંગણી કરી, વાંચો

Surendranagar news: સુરેન્દ્રનગરમાં નિવૃત્ત એસ.ટી. કર્મચારીઓનો વિરોધ, આવી માંગણી કરી, વાંચો

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ આજે રિટાયર્ડ એસટી કર્મચારીઓએ મેડિકલ બિલ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ એકઠા થઈને કલેકટર કચેરીમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો. અગાઉ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મેડિકલ બિલો સ્વીકારવામાં આવતા હતા જે હાલ આ સુવિધા બંધ કરીને રાજકોટ ખસેડવામાં આવી છે, જેથી નિવૃત્ત કર્મચારીઓને સુરેન્દ્રનગરથી રાજકોટ લાંબા થતા ખર્ચ વધી જાય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં રહેતા નિવૃત્ત એસટી કર્મચારીઓએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને કલેકટર કચેરીમાં જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત કર્મચારીઓએ મેડિકલ બિલો અંગે કલેકટરને રજૂઆત કરી હતી. એક તરફ પેન્શન બંધ અને બીજી તરફ મેડિકલ બિલો માટે સુરેન્દ્રનગરના બદલે રાજકોટ જવાનું હોવાથી નિવૃત્ત કર્મચારીઓને ખર્ચ અને લાંબા થવું પડતું હોવાથી તેમને કલેકટર કચેરી ખાતે જઈને વિરોધ નોંધાવ્યો હતો. 

Related News

Icon