
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળને ગુરૂવારે પ્રથમ અદ્યતન સબમરિન વિરોધી યુદ્ધ જહાજ (ASW) INS અર્નાલા મળ્યુંછે. 77.6 મીટર લાંબો અને 10.5 મીટર પહોળા આ યુદ્ધજહાજ નૌકાદળના તટીય વિસ્તારોમાં પેટ્રોલિંગ ક્ષમતાને વધારશે, જેની સામે દુશ્મનોની સબમરિન છુપાઈ શકશે નહી.
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધુ વધ્યો છે. છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાન દ્વારા ભારતના અનેક શહેરો પર હુમલાની કોશિશ કરવામાં આવી, પણ ભારતે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા અને સાથે જ સમુદ્રી માર્ગે પણ પાકિસ્તાનને પ્રચંડ જવાબ આપ્યો છે. એ જ સંજોગોમાં ભારતીય નૌકાદળને એવું યુદ્ધ જહાજ મળ્યું છે, જે દુશ્મનોની સબમરિનને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.
INS અર્નાલા ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે. 8 અદ્યતન સબમરિન વિરોધી યુદ્ધ જહાજમાંથી પહેલું છે. આ યુદ્ધ જહાજ દુશ્મનોની સબમરિનોને શોધી નષ્ટ કરવાનો કાર્ય કરે છે. સંપૂર્ણ તટીય વિસ્તારના પાણી પર નજર રાખે છે. આ અર્નાલા શ્રેણીના યુદ્ધજહાજ હવે જૂના અભય શ્રેણીના યુદ્ધજહાજોનું સ્થાન લેશે.
નિર્માણમાં 88 સ્વદેશી સામગ્રીનો ઉપયોગ
જીઆરએસઈના અધિકારીએ કહ્યું કે, આઈએનએસ એર્નાલા વિમાનની સાથે સબમરિન વિરોધી કામ પણ કરી શકે છે. અર્નાલાના નિર્માણમાં લગભગ 88 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીઆરએસઈ લગબગ 16 યુદ્ધ જહાજ બનાવી રહ્યું છે. જેમાંથી પી17 ઉન્નત સ્ટીલ્થ ફ્રિગેટ, સાત એએસડબ્લ્યુ, બે સર્વેક્ષણ જહાજ તથા ચાર નવી જનરેશનના જહાજનો પણ સમાવેશ છે.
ઓટોમેટિક ગનથી સજજ્, દરમિનિટે છોડશે 550 ગોળીઓ
આઈએનએસ અર્નાલા 30 મિલિમીટરની એક સીઆએન-91 નેવલ ઓટોમેટિક ગનથી સજ્જ છે. જે દરમિનિટે 550 ગોળીઓ છોડી શકે છે. તેની રેંજ 4 કિલોમીટર છે. આ ભારતીય નૌસનાના વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમથી સજ્જ સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
7 ઓફિસરો સહિત 57 નૌસેનિક થઈ શકે છે તૈનાત
આની રેન્જ 3300 કિલોમીટર છે. આ યુદ્ધ જહાર પર 7 અધિકારીઓ સહિત 57 નૌ સેનિક તૈનાત થઈ શકે છે. જેમાંથી એએસડબ્લ્યુ કોમ્બેટ સુઈટ લાગ્યા છે. જે દુશ્મનોના હુમલાથી હુમલો કરવા તથા તૈયાર કરવા ઉપર નજર રાખશે. જહાજ પર ચારે તરફથી મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે. જે યુદ્ધના સમયે જહાજને સહિ સલામત રાખવામાં મદદ કરશે.
રોકેટ, સબમરીન, હથિયારોથી સજ્જ
આ યુદ્ધ જહાજ પરએક આરબીયૂ-600 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર લાગેલા છે. આ 213 મિલિમીટરની એન્ટી સબમરીન રોકેટ સિસ્ટમ છે. જે દુશ્મનોની સબમરિન ઉપર તાબડતોબ રોકેટ ફાયરિંગ કરે છે. આ સિવાય તેના પર 6 હળવા વજનવાળા એએસડબ્લ્યુ ટોરપીડો લગાવાયા છે. જે એન્ટી સબમરિન સમુદ્રના દારૂગોળાથી સજ્જ છે.