Home / Sports : The bowler who took 27 wickets in 5 Tests spoke about the injury

'સખત પીડાથી અંગૂઠો કાપી નાંખવાનું વિચાર્યું...', 5 ટેસ્ટમાં 27 વિકેટ લેનારા બોલરનો ખુલાસો

'સખત પીડાથી અંગૂઠો કાપી નાંખવાનું વિચાર્યું...', 5 ટેસ્ટમાં 27 વિકેટ લેનારા બોલરનો ખુલાસો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી એડિશન 20મી જૂનથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ સીરિઝ સાથે શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે પોતાની ઈજા વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, 'મહિનાઓ સુધી સતત પીડાદાયક સમસ્યાથી સાજા થવા માટે મેં મારા પગનો અંગૂઠો કાપી નાંખવાનું વિચાર્યું હતું.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બ્રાયડન કાર્સ ઈજાગ્રસ્ત થયો હતો

ઇંગ્લેન્ડે ગુરુવારે (પાંચમી જૂન) ભારત સામેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં પાંચ ટેસ્ટમાં 27 વિકેટ લેનાર  બ્રાયડન કાર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL 2025માંથી બહાર થઈ ગયો હતો.

મને સંતુલન જાળવવા માટે અંગૂઠાની જરૂર પડશે

એક મીડિયા ઈન્ટરવ્યુમાં બ્રાયડન કાર્સે જણાવ્યું હતું કે, 'મહિનાઓ સુધી સતત પીડાદાયક સમસ્યાથી સાજા થવા માટે મે મારા પગનો અંગૂઠો કાપી નાખવાનું વિચાર્યું હતું. પરંતુ તબીબી સ્ટાફે મને કહ્યું કે મને સંતુલન જાળવવા માટે અંગૂઠાની જરૂર પડશે, તેથી મે વિચાર બદલી નાખ્યો હતો.' 

હવે બ્રાયડન કાર્સ ફિટ છે 

બ્રાયડન કાર્સને સલાહ આપવામાં આવી હતી કે આ પૂરતા આરામથી જ ઠીક થઈ શકે છે. જો 29 વર્ષીય બ્રાયડન કાર્સે આવી સર્જરી કરાવી હોત, તો તેના માટે આ સીરિઝમાં ઈંગ્લેન્ડ માટે રમવું મુશ્કેલ હોત. જોકે, હવે તે ફિટ છે. તેમણે વર્ષ 2024માં ઈંગ્લેન્ડ ટીમમાં ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 5 મેચોમાં 19.85ની ઉત્તમ સરેરાશથી 27 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેણે 24 વનડેમાં 28 વિકેટ અને 8 ટી20માં 15 વિકેટ લીધી છે.

Related News

Icon