ઈશા માલવિયા એક ફેમસ એક્ટ્રેસ, મોડેલ અને ઈન્ફ્લુએન્સર છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈશા માલવિયા 'બિગ બોસ 17' થી લોકોની વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. 2 એક્ટરને ડેટ કર્યા બાદ એક્ટ્રેસ તેની સાથે બ્રેકઅપ કરી ચૂકી છે અને હાલમાં સિંગલ લાઈફને એન્જોય કરી રહી છે.
'મને પણ ક્યારેક ડેટ પર લઈ જાઓ'
તાજેતરમાં જ ઈશા માલવિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પાપારાઝી સાથે ડેટ અંગે વાત કરી રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં પાપારાઝીને કહી રહી છે કે, "હું સ્પેશિયલ છું. મને પણ ક્યારેક ડેટ પર લઈ જાઓ યાર. આટલું ફરો છો વરસાદની સિઝન છે, ચા પીવા માટે લઈ જાઓ." ત્યારે પાપરાજી પણ એક્ટ્રેસને પૂછે છે કે, "અમે? કોને?" ત્યારે એક્ટ્રેસ હસતા-હસતા કહે છે કે, "મને". જ્યારે પાપારાઝી હા કહે છે ત્યારે ઈશા કહે છે કે, "ઈવેન્ટ પછી જઈએ."
ઈશા માલવિયા અભિષેક કુમાર અને સમર્થ ઝૂરેલ બંનેને ડેટ કરી ચૂકી છે
હવે એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ યુઝર પણ આ વીડિયો પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈશા માલવિયા અભિષેક કુમાર અને સમર્થ ઝૂરેલ બંનેને ડેટ કરી ચૂકી છે. તે બે વખત બ્રેકઅપની પીડા સહન કરી ચૂકી છે. 21 વર્ષની એક્ટ્રેસ હાલમાં સિંગલ છે.