Home / Entertainment : Alia Bhatt deleted daughter Raha Kapoor's pictures from Instagram

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કર્યા દીકરી રાહાના ફોટો, જાણો શું છે કારણ

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કર્યા દીકરી રાહાના ફોટો, જાણો શું છે કારણ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વર્ષ 2022માં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે રાહા રાખ્યું હતું. રાહા હાલમાં એક લોકપ્રિય સ્ટાર કિડ છે. દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. પરંતુ હવે ફેન્સ માટે રાહાને જોવાનું ખૂબ મુશ્કેલ બનશે. કારણ કે અભિનેત્રીએ તેની પુત્રી માટે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત તેણે રાહાના તે ફોટો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા છે. જેમાં તેનો ચહેરો દેખાતો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આલિયાએ રાહાના ફોટો ડિલીટ કરી દીધા

આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પરથી રાહાના ઘણા ફોટો ડિલીટ કર્યા છે. આ તે ફોટો હતા જેમાં રાહાનો ચહેરો દેખાતો હતો. આમાંથી કેટલાક જામનગરના હતા અને કેટલાક રણબીર-આલિયાની પેરિસ ટ્રીપના હતા. હવે આલિયાના ઇન્સ્ટા પર રાહાના ફક્ત તે ફોટો જ છે. જેમાં તેનો ચહેરો નથી દેખાતો. આ જોઈને ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ નિર્ણયમાં તે આલિયાને સપોર્ટ આપતા પણ જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાનના કારણે લીધો નિર્ણય?

આ પહેલા પણ આલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રાહાના ફોટો લેવાથી પાપારાઝીને રોકતી જોવા મળી હતી. આ ઉપરાંત, રાહાના દાદી નીતુ કપૂરે પણ થોડા સમય પહેલા પેપ્સને રાહાના વધુ પડતા ફોટો ન પાડવા વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે આલિયાએ સૈફ અલી ખાન પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જેથી તેની દીકરી કોઈ મુશ્કેલીમાં ન ફસાઈ જાય.

સૈફ અલી ખાન પર હુમલો થયો હતો

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કરીના કપૂરના પતિ અને બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને એક વ્યક્તિએ છરીથી હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેતા પોતાના પુત્ર જેહને ઘુસણખોરથી બચાવવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો.

Related News

Icon