
હોલિવુડ એક્ટ્રેસ હેલી બેરીએ પોતાની લવ લાઈફની ટીકા કરનારને આકરો જવાબ આપ્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ 'ધ ડ્રૂ બેરીમોર શો' માં પહોંચી હતી. જ્યાં તેણે ટ્રોલિંગ પર વાત કરી. હેલી બેરીને એ કહીને ટ્રોલ કરવામાં આવે છે કે તે કોઈ પાર્ટનર નથી રાખી શકતી. પરંતુ ઓસ્કાર વિનર એક્ટ્રેસે હવે સ્પષ્ટ કરી દીધું છે કે ખોટા માણસની સાથે રહેવા કરતાં સિંગલ રહેવું સારું હોય છે.
હેલીએ કહ્યું, 'મેં લોકોને કહેતા સાંભળ્યા છે કે ઓહ હેલી બેરીમાં કંઈક તો ગડબડ છે કે તે કોઈ પુરૂષને પોતાની પાસે નથી રાખી શકતી. કોણે કહ્યું હું કોઈ પુરૂષને પોતાની પાસે નથી રાખી શકતી. હું કોઈ ખોટા વ્યક્તિ સાથે નથી રહેવા માંગતી. હું પાગલ નથી. આપણે સૌ ભૂલો કરીએ છીએ અને આપણી પાસે હક છે એ બોલવાનો કે અરે મારાથી ભૂલ થઈ ગઈ. ચાલો બીજી વખત શરૂ કરી. આપણી પાસે તે કરવાનો અધિકાર છે."
હેલી બેરી પોતાના જીવનમાં ત્રણ વખત ડિવોર્સનું દુ:ખ વેઠી ચૂકી છે. એક્ટ્રેસના બે બાળકો છે. એક પુત્રી નાહલા, જેનો જન્મ એક્સ હસબન્ડ ગેબ્રિયલ ઓબરીથી થયો હતો અને એક પુત્ર માસિયો જેનો જન્મ તેના એક્સ હસબન્ડ ઓલિવિએર માર્ટિનેજથી થયો હતો.
શો પર હેલી બેરીએ જે વાત કહી તેનાથી ઈન્ટરનેટ પર તેની મહિલા ફેન્સ ખૂબ ખુશ થઈ ગઈ છે. ઘણા ફેન્સે હેલીની વાત પર સહમતિ પણ વ્યક્ત કરી છે. યુઝર્સે એ સવાલ પણ ઉઠાવ્યો કે કોઈ પુરૂષને પોતાની પાર્ટનરને યોગ્ય રીતે ના રાખી શકવાનો સવાલ કેમ નથી કરતા.
વર્ષ 2020થી હેલી બેરી મ્યૂઝિશિયન વેન હન્ટે ડેટ કરી રહી છે. પોતાના સંબંધ વિશે વાત કરતાં એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં આખરે પ્રેમમાં શાંતિ મેળવી લીધી છે."