Home / Entertainment : Amitabh Bachchan posts 24 hours after Ahmedabad plane crash

'હે ભગવાન... હું સુન્ન છું', અમદાવાદ વિમાન દુર્ઘટનાના 24 કલાક પછી અમિતાભ બચ્ચને કરી પોસ્ટ

'હે ભગવાન... હું સુન્ન છું', અમદાવાદ વિમાન દુર્ઘટનાના 24 કલાક પછી અમિતાભ બચ્ચને કરી પોસ્ટ

12 જૂન 2025, ગુરુવારના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ટેકઓફ કરી રહ્યું હતું કે તરત જ તે અચાનક નિયંત્રણ બહાર થઈ ગયું અને ક્રેશ થઈ ગયું હતું. અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળેથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતાં, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો. આ ભયાનક ઘટના પર બોલિવૂડ સેલિબ્રિટીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ત્રણ ખાન પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ આ વિમાન દુર્ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમિતાભ બચ્ચનની પોસ્ટ શું છે

અમિતાભ બચ્ચનની 13 જૂન 2025ના રોજ બપોરે 12.45 વાગ્યે વિમાન ઘટનાના 24 કલાક આ પોસ્ટ સામે આવી છે. અભિનેતાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તે તેનાથી આઘાત પામ્યા છે. અભિનેતાની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે આનાથી ખૂબ જ દુઃખી છે. આ તાજેતરની એક્સ પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું, 'હે ભગવાન! હે ભગવાન! હે ભગવાન! સ્તબ્ધ! સુન્ન! ઈશ્વર કૃપા! હૃદયથી પ્રાર્થનાઓ!' આ પોસ્ટ આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે અને તેના પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે અમિતાભ બચ્ચને પોસ્ટ કરવામાં આટલો સમય કેમ લીધો.

લોકો અમિતાભ પર થયા ગુસ્સે

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. આવી સ્થિતિમાં 24 કલાક પછી તેની પોસ્ટથી લોકોને આશ્ચર્ય થયું અને હવે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે તેમણે આટલી મોડી પોસ્ટ કેમ કરી. આ પોસ્ટ પર એક નેટીઝને લખ્યું, 'હે ભગવાન! હે ભગવાન! હે ભગવાન! 24 કલાક પછી, જ્યારે આખો દેશ રડીને થાકી ગયો હતો, જ્યારે આકાશમાંથી મૃતદેહોનો વરસાદ થઈ રહ્યો હતો, જ્યારે માતાઓ એકબીજાને ગળે લગાવીને રડી રહી હતી, ત્યારે મહાનાયકની નિંદર ઉડી... સ્તબ્ધ! સુન્ન! હૃદયમાંથી પ્રાર્થનાઓ, બસ આટલું કહીને, તે ફરીથી ચૂપ થઈ ગયા...' બીજા એક યુઝરે લખ્યું, 'શું તમે આ ઘટનાથી ચોંકી ગયા હતા કે તમે બેહોશ થઈ ગયા હતા સાહેબ? કદાચ તમે હમણાં જ ભાનમાં આવ્યા છો તેથી તમે આજે ટ્વિટ કરી રહ્યા છો.' તેમજ તેમની પોસ્ટ પર ઘણા લોકો મૃતકો અને તેમના પરિવારના સભ્યો માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયા આપી હતી

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ અકસ્માત પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, વિકી કૌશલ, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણદીપ હુડા, અલ્લુ અર્જુન, થલાપતિ વિજય, સની દેઓલ જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી છે. તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટનામાં 297 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Related News

Icon