Home / Entertainment : Arbaaz Khan confirms his wife Sshura Khan's pregnancy

57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે Arbaaz Khan, એક્ટરે કન્ફર્મ કરી પત્ની Sshuraની પ્રેગ્નેન્સી

57 વર્ષની ઉંમરે ફરી પિતા બનશે Arbaaz Khan, એક્ટરે કન્ફર્મ કરી પત્ની Sshuraની પ્રેગ્નેન્સી

બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક અરબાઝ ખાન (Arbaaz Khan) ની પત્ની શૂરા ખાન (Sshura Khan) તેના બેબી બંપને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. ત્યારે હવે અરબાઝ (Arbaaz Khan) એ પોતે શૂરા (Sshura Khan) ની પ્રેગ્નેન્સીને કન્ફર્મ કરી છે. તેણે કહ્યું આ તેના અને શૂરા બંને માટે જીવનનો ખૂબ જ રોમાંચક અને ખાસ સમય છે. શૂરા (Sshura Khan) ના બેબી બંપને લઈ ઘણી અફવા ફેલાઈ હતી 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાલમાં કેટલાક ઇવેન્ટસમાં શૂરા ખાન (Sshura Khan) તેના બેબી બંપ સાથે જોવા મળી હતી. પણ તેના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે ન આવ્યું હોવાથી શૂરાના બેબી બંપની વાતો અફવા ગણાતી હતી. પણ હવે અરબાઝ (Arbaaz Khan) એ પોતે એક ઇન્ટરવ્યુમાં પ્રેગ્નેન્સીને કન્ફર્મ કરી છે. તેણે કહ્યું "હા તે પ્રેગ્નેન્ટ છે. હું આનો ઇનકાર નથી કરી રહ્યો, કારણ કે હવે બધા આ વિશે જાણે છે. મારો પરિવાર આ વિશે જાણે છે. લોકોને આ વિશે ખબર પડી ગઈ છે, અને તે ઠીક છે. આ ખૂબ જ સ્પષ્ટ પણ દેખાવા લાગ્યું છે." તેણે આગળ કહ્યું, "આ અમારા બંનેના જીવનનો ખૂબ જ રોમાંચક સમય છે. અમે ખુશ છીએ અને ખૂબ ઉત્સાહિત છીએ. અમે આ નવા જીવનનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ."

જ્યારે અરબાઝ (Arbaaz Khan) ને પૂછવામાં આવ્યું કે તે નર્વસ કેમ છે ત્યારે તેણે જવાબ આપ્યો કે, "દરેક લોકો નર્વસ થાય છે. કોઈપણ વ્યક્તિ નર્વસ અનુભવી શકે છે. હું પણ અમુક દિવસો પછી પિતા બનવા જઈ રહ્યો છે. આ મારા માટે એક નવી લાગણી છે. હું ખૂબ ઉત્સાહિત અને ખુશ છું અને મને નવી જવાબદારીની લાગણી અનુભવાઈ રહી છે." જ્યારે અરબાઝને પૂછવામાં આવ્યું કે તે કેવા પિતા બનશે તો તેણે કહ્યું, '"આની કોઈ કેટેગરી નથી. તમારે ફક્ત એક સારા પેરેન્ટ બનવાનું છે. સારા પેરેન્ટ તે હોય છે, જે પોતાના બાળકથી નજીક હોય, જે સજાગ રહે, જે તેને પ્રેમ કરે અને તેની સંભાળ રાખે. હું ફક્ત આવો જ બનવા માગું છું."

2023માં થયા હતા અરબાઝ-શૂરાના લગ્ન 

જણાવી દઈએ કે અરબાઝ ખાન (Arbaaz Khan) એ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન (Sshura Khan) સાથે ડિસેમ્બર 2023માં લગ્ન કર્યા હતા. અરબાઝ ખાન ખાન અત્યારે 57 વર્ષનો છે, જ્યારે શૂરા ઉંમરમાં તેનાથી 22 વર્ષ નાની છે. આ કપલ ત્યારથી લાઈમલાઈટમાં રહ્યું છે, અને હવે તેમના ઘરે ટૂંક સમયમાં કિલકારી ગુંજવાની છે.

Related News

Icon