Home / Entertainment : Bollywood fond of films about snakes

Chitralok: બોલિવુડને બહુ ફાવી ગઈ છે ઈચ્છાધારી નાગ-નાગણ પરની ફિલ્મો

Chitralok: બોલિવુડને બહુ ફાવી ગઈ છે ઈચ્છાધારી નાગ-નાગણ પરની ફિલ્મો

કાર્તિક આર્યન આગામી ફિલ્મ 'નાગજિલા' માં ઈચ્છાધારી નાગની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતાએ જણાવ્યું હતું કે, તેની આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના નાગપંચમીના દિવસે રિલીઝ કરવામાં આવશે. આ પહેલા પણ બોલિવૂડમાં નાગ-નાગણ પર આધારિત અસંખ્ય ફિલ્મો આવી ગઈ છે. એક સમય હતો, જ્યારે નાગ-નાગણ ફિલ્મસર્જકોનો પસંદગીનો વિષય હતો. બોલિવૂડમાં નાગ-નાગણ પર આધારિત સૌથી પહેલી ફિલ્મ ડાયરેકટર નંદલાલ જસવંત લાલની 'નાગિન' ફિલ્મ હતી. આ પછી વિવિધ ડિરેકટરોએ આ વિષય પર આધારિત ફિલ્મો બનવવા લાગ્યા હતા. 1954માં ડિરેકટર નંદલાલ જસવંત લાલે પ્રદીપ કુમાર અને વૈજયંતીમાલા સાથે આ વિષય પર ફિલ્મ બનાવી હતી. આવો, અન્ય ફિલ્મોની વાત કરીએ... 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શ્રીદેવી-નગીના

1986માં શ્રીદેવીની સાથે અમરીશ પુરી અને રિશી કપૂરને લઈને 'નગીના' ફિલ્મ બનાવી હતી.આ ફિલ્મના ગીતો તેમજ વાર્તા દર્શકોને પસંદ પડ્યા હતા. 

શ્રીદેવી-નિગાહેં

હરમેશ મલ્હોત્રાના દિગ્દર્શનમાં 'નિગાહેં' ફિલ્મ 1989માં બનાવી હતી. જેમાં સની દેઓલ અને શ્રીદેવીએ કામ કર્યું હતું. 1989માં 'નાચે નાગિન ગલી-ગલી' અને 'નાગ-નાગિન' પણ રિલીઝ થઈ હતી.

રેખા-શેષનાગ

રેખાએ 1990માં 'શેષનાગ' નામની ફિલ્મમાં એક આકાર બદલનારા સાપની ભૂમિકા નિભાવી હતી. જેમાં તેની સાથે જીતેન્દ્ર, રિશી કપૂર, માધવી અને મંદાકિની પણ હતા.

મલ્લિકા શેરાવત-હિસ્સ

મલ્લિકા શેરાવતે 2010માં 'હિસ્સ' નામની ફિલ્મમાં આકર્ષક આકાર બદલતી એક નાગીનનો રોલ નિભાવ્યો હતો. અભિનેત્રીએ ફિલ્મમાં ઉત્તેજક દૃશ્યો આપીને વિવાદ ઊભો કર્યો હતો. 'હિસ્સ' ની તે સમયની ભારતની સૌથી વધુ બોલ્ડ અને સાહસિક ફિલ્મ માનવામાં આવી હતી. 

મનીષા કોઈરાલા-જાની દુશ્મન

મનીષા કોઈરાલા અને અરમાન કોહલીએ 2002માં 'જાની દુશ્મન : એક અનોખી કહાની' ફિલ્મમાં ઈચ્છાધારી નાગની ભૂમિકા ભજવી હતી, જે તેના એફએક્સના કારણે વિડંબનાપૂર્ણ પંથ ક્લાસિક ફિલ્મ બની ગઈ.આ ફિલ્મમાં મનીષા કોઈરાલા અને અરમન કોહલી પછીથી સાપમાંથી ભૂતમાં બદલાઈ જતા હોવાનું દર્શાવામાં આવ્યું હતું. 

રીના રોય-નાગિન

1976માં રીના રોયે ફિલ્મ 'નાગિન' માં નાગિનની ભૂમિકા ભજવી હતી. જે બદલો લેવાની ઈચ્છા ધરાવતી નાગણ હતી. આ ફિલ્મમાં તેની સાથે સુનીલ દત્ત, ફિરોઝ ખાન, સંજય ખાન, રેખા ,મુમતાઝ અને કબીર બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

મીનાક્ષી શેષાદ્રિ-નાચે નાગિન ગલી ગલી

મીનાક્ષી શેષાદ્રિએ 'નાચે નાગિન ગલી ગલી' માં મોહિની નામની એક રૂપ બદલનારી ઈચ્છાધારી નાગણની ભૂમિકા નિભાવી હતી. તેની સાથે નિતીશ ભારદ્વાજે જોડી જમાવી હતી. તેણે પણ એક રૂપ બદલનાર નર નાગ નાગેશનો રોલ કર્યો હતો. 

રજની બાલ, ફિરોઝ ઈરાની- નાગ-નાગિન

1978માં રજની બાલા અને ફિરોઝ ઈરાની તેમજ પુનિત ઈસારની ત્રિપુટીએ કામ કર્યું હતું.  

1990થી 2010માં 'દૂધ કા કર્જ', 'શેષનાગ', 'તુમ મેરો હો' આ ત્રણેય ફિલ્મ નાગ-નાગિન સાથે જોડાયેલી હતી. 2010માં 'નાગમણિ' અને મલ્લિકા શેરાવતની 'હિસ્સ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવતની સાથે ઈરફાન ખાન અને દિવ્યા દત્તા પણ જોવા મળ્યા હતા. આ પછી 2010 પછી નાગ-નાગિન પર કોઈ ફિલ્મ બની નથી. હવે કાર્તિક આર્યનની 'નાગજિલા' ચર્ચાનો વિષય બની છે. તેમજ શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મમાં 'નાગિન' ના રોલમાં જોવા મળવાની છે. 

Related News

Icon