Home / Entertainment : Chitralok: Don't judge anyone without knowing their full story: shubhangi atre

Chitralok: શુભાંગી અત્રે : સંપૂર્ણ બાબત જાણ્યા વિના કોઈના વિશે કંઈ પણ માની ન લો

Chitralok: શુભાંગી અત્રે : સંપૂર્ણ બાબત જાણ્યા વિના કોઈના વિશે કંઈ પણ માની ન લો

'મેં પીયૂષને એટલા માટે નહોતો છોડયો કે હું સફળ થઈ હતી. મેં તેને છોડી દીધો તેનું સાચું કારણ દારૂ હતું. તેના દારૂના બંધાણથી અમારા જીવન પર બહુ ખરાબ અસર પડી રહી હતી.' 

શુભાંગી અત્રેના ભૂતપૂર્વ પતિ પીયૂષ પુરેનું તાજેતરમાં જ લિવર સોયરાઇસિસને કારણે નિધન થયું. ૧૮ એપ્રિલે પીયૂષનું ૪૮ વર્ષે અવસાન થયું. જોકે ફેબુ્રઆરીમાં જ બંનેની છૂટાછેડા થઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન પીયૂષ સાથે સંપર્કમાં રહેલી શુભાંગી કહે છે, 'મેં ૧૬ એપ્રિલે જ તેમની સાથે વાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. હું અત્યારે ભાવનાત્મક બાબતે અત્યંત સુન્ન થઈ ગઈ છું. હું બધી સારી બાબતે પીયૂષને યાદ કરવા માગું છું. હું ટૂંક સમયમાં તેના પરિવાર સાથે રહેવા ઇન્દોર જઈશ. અમારી પુત્રી આશી જે અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તેની અંતિમ પરીક્ષા પૂરી કરશે અમારા છૂટાછેડા થઈ ગયા છે, પણ હું ત્યાં જઈશ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પીયૂષ અને શુભાંગી અત્રેના અહેવાલો અંગે વાત જ્યારે સોશિયલ મીડિયા પર પહોંચી ત્યારે શુભાંગી અત્રેની નેટિજન્સની ટીકાનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ શુભાંગી શેર કરે છે, 'એ તો અત્યંત સરળ છે કે લોકો માટે સંપૂર્ણ વાત જાણ્યા વિના કોઈના વિશે કંઈ પણ માની લેવું સરળ છે. તેઓ એવું ધારી લે છે કે હું સફળ થઈ તેથી મેં તેને છોડી દીધા, પણ એ સાચું નથી. અમારા અલગ થવાના નિર્ણય અંગે જવાબદાર અમારા જીવનના વર્ષોનો સંઘર્ષ હતો. મેં એટલાં માટે જ તેને છોડયો નહોતો કે હું સફળ થઈ હતી. મેં તેને છોડી દીધો તેનું સાચું કારણ તેના દારૂના નશાથી અમારા જીવન પર તેની વિપરિત અસર પડી હતી. મેં મારા લગ્ન બચાવવા માટે મારાથી બનતું બધું જ કર્યું, પરંતુ તે મારા નિયંત્રણની બહાર હતું. તેને પુનર્વસન માટે મોકલવાથી પણ કામ ન થયું. અમારા બંને પરિવારોએ પણ તેને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ વ્યસનની આદતને કારણે તેનો પણ નાશ થયો અને અમારા બધા પર તેની અસર પડી.'

આ સાથે જ શુભાંગી જણાવે છે, 'મારે મારી પુત્રી આશીના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડી. તેથી મેં અલગ માર્ગ અપનાવ્યો. ૨૦૧૮-૧૯ની આસપાસ વસ્તુઓ ખોટી બની ગઈ અને આખરે છૂટાછેડા થયા. આ પછી પણ હું પીયૂષના સંપર્કમાં હતી અને મદદ લેવા માટે પ્રોત્સાહિત કરતી રહી. હું તેના પરિવાર સાથે પણ ઘણી સૌહર્દપૂર્ણ સંબંધ ધરાવું છું.'

શુભાંગી વ્યસનથી જીવનમાં કેટલી વિપરિત અને વિનાશક પ્રભાવ પડી શકે છે, તેની જાણકારી લોકોને આપતા કહે છે, 'વ્યસન માત્ર વ્યક્તિને જ નષ્ટ નથી કરતું, પણ તેની આસપાસના દરેકને અસર કરે છે. ખાસ કરીને બાળકોને, જેઓ ઘણીવાર મૌનથી પીડાય છે.'  

 

Related News

Icon