Home / Entertainment : Chitralok : Kiara's hot bikini look

Chitralok : કિયારાનો હૉટ બિકીની લુક 

Chitralok : કિયારાનો હૉટ બિકીની લુક 

- ઋતિક રોશન-જુનિયર એનટીઆરનાં એક્શન દ્રશ્યો પર ભારે પડશે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પ્રકારના લૂક માટે સૌથી પહેલાં તો જિમમાં જઈને ખૂબ મહેનત કરવી પડે, ડાયેટિંગમાં પુષ્કળ ધ્યાન રાખવું પડે. જોકે કેટલાક નેટિઝનો કહે છે કે કિયારાનું આટલું સરસ ફિગર હોઈ શકે જ નહીં. આ નક્કી સીજીઆઇ એટલે કે કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી છે! 

તાજેતરમાં 'વૉર-૨'નું ટીઝર રજૂ થયું ત્યારે,ફિલ્મી ભાષામાં કહીએ તો, ઇન્ટરનેટ પર રીતસર આગ લાગી ઘઈ. ખરેખર તો ઋતિક રોશન અને જુનિયર એનટીઆરનાં એક્શન દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર હોવા જોઈતાં હતાં. થયું સાવ જુદું. ફિલ્મની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણીએ હૉટ અવતારે એન્ટ્રી મારીને નેટિઝનોની આંખો ચાર કરી દીધી.

હા, વાત થઈ રહી છે કિયારાના બિકિની લુકની. હકીકતમાં ઘડી-બે ઘડી માટે જ કિયારાને ટીઝરમાં બતાવવામાં આવી છે. આમ છતાં લોકો બીજું સઘળું એક તરફ હડસેલી દઈને કિયારાના અત્યાકર્ષક ફિગર પર શોભતી બિકિની જોઈને ઘેલાં થઈ ગયાં છે. બીજાઓ તો ઠીક, ફિલ્મમેકર રામગોપાલ વર્માએ પણ કિઆરાની તારીફ કરતી ટ્વિટ કરી નાખી. વૉરનું ખરું કારણ હવે સમજાયું - એવા મતલબનું એનું લખાણ હતું. નેટિઝન્સ જોકે રામુ પર પછી તૂટી પડયા હતા, પણ તે અલગ વાત થઈ. 

કિયારાની ફેશન સ્ટાઇલિસ્ટ અનૈતા શ્રોફ અડજાણિયા તેના આ લુક વિશે સ્પષ્ટતા કરતાં કહે છે, 'અગાઉ મેં સંખ્યાબંધ વખત અન્ય અદાકારાઓ માટે સ્વીમસુટ સ્ટાઈલ કર્યાં છે. પરંતુ કિયારા માટે મેં પહેલી વખત આ લુક ડિઝાઈન કર્યો છે. મજાની વાત એ છે કે કિયારાએ અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં બિકીની પહેરી નથી. આ એનો પહેલો જ અનુભવ છે. તેને માટે હું કોઈક અનોખો રંગ ઉપયોગમાં લેવા માગતી હતી. તેથી મેં ન તો ઘેરો લીલો કે ન પીળો રંગ પસંદ કર્યો. મેં આ બંને રંગની ભાત આપતો લાઈમ ગ્રીન કલર સિલેક્ટ કર્યો. કિયારા માટે બિકીની ડિઝાઈન કરવાથી પહેલાં મેં સમુદ્રકિનારે એકદમ રિલેક્સ થઈ રહેલી કે બિકીનીમાં ટહેલતી યુવતીઓની કલ્પના કરી હતી.'

તેણે વધુમાં કહ્યું હતું કે મેં અભિનેત્રીને પણ એકદમ હળવાશ અને આત્મવિશ્વાસપૂર્વક દ્રશ્ય આપવા સમજાવી હતી. એટલું જ નહીં, પૂલ સાઇડમાં આ દ્રશ્ય ફિલ્માવાઈ રહ્યું હતું ત્યારે હું ત્યાં હાજર રહી હતી. તેને એકદમ સહજ રહીને દ્રશ્ય આપવાનું કહ્યું હતું. તેણે એમ જ કર્યું. તે પૂલ સાઈડ પર ચાલતી વખતે એકદમ નોર્મલ લાગતી હતી. એવું લાગતું હતું જાણે તે બિકીનીમાં નહીં, તેના બદલે અન્ય કોઈ સામાન્ય પોશાકમાં કેમેરા સામે આવી હોય. તે પોતાનું કિરદાર અદા નહોતી કરી રહી, પરંતુ જીવી રહી હતી!

અનૈતા અડજાણિયાએ કિયારાની બિકિનીની ડિઝાઈન વિશે કહ્યું હતું કે તેનો કટ એકદમ સિમ્પલ છે. કિયારાને બિકીનીની મેટાલિક શાઈન ખૂબ પસંદ પડી ગઈ હતી. આ રંગ અદભુત છે. તે આપણને ૭૦ના દશકની યાદ અપાવે છે. આમ છતાં જેન-ઝીને, એટલે કે આજની યુવાપેઢીની તે ફંકી અને બૉલ્ડ પણ લાગે છે.

સ્ક્રીન પર બિકીની પહેરવી સહેલી નથી. તે માટે પરફેક્ટ ફિગર જોઈએ. જો ફિગર શેઇપમાં ન હોય તો બિકીની ઉલટાની ખરાબ દેખાય. અનૈતા કહે છે, 'ટ્રસ્ટ મી, કિયારાએ આ બિકીની ફિગર કેળવવા ખાસ્સી જહેમત લીધી હતી. અને તેણે એકદમ આત્મવિશ્વાસપૂર્વક સમગ્ર સીન શૂટ કર્યું હતું.'

જોકે કેટલાંક નેટિઝનો આ વાત માનવા તૈયાર નથી. તેઓ કહે છે કે કિયારાનું આટલું સરસ ફિગર હોઈ શકે જ નહીં. આ કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી છે! બીજી તરફ ફિલ્મ સર્જક કરણ જોહરે કિયારાના લુકની બે મોઢે પ્રશંસા કરી હતી. અનૈતા અડાજણિયા ઉમેરે છે કે આ તો એક ઝલક માત્ર છે. આખી ફિલ્મમાં તમે કિયારાનો લૂક જોજો, એની સ્ટાઇલ જોજો. 

ગ્રીક ગોડ જેવા દેખાતા હૃતિક રોશને કલ્પના નહી કરી હોય કે ટીઝરમાં પોતાના કરતાં કિઆરા આ રીતે છવાઈ જશે!

Related News

Icon