Home / Entertainment : Did this 51-year-old celebrity get married secretly

51 વર્ષની આ કોરિયોગ્રાફરે ગુપ્ત રીતે કર્યા લગ્ન? જાણો કરોડોની માલિકીને શું કહ્યું?

51 વર્ષની આ  કોરિયોગ્રાફરે ગુપ્ત રીતે કર્યા લગ્ન? જાણો કરોડોની માલિકીને શું કહ્યું?

'ગીતામા' ના નામથી જાણીતી ગીતા કપૂર બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. ટેલિવિઝન પર તે અનેક ડાન્સ રિયાલિટી શો પણ જજ કરી ચૂકી છે. ટૂંક સમયમાં તે સુપર ડાન્સ ચેપ્ટર 5માં જજ તરીકે નજર આવશે. દરેક સેલિબ્રિટીની જેમ જ ગીતા કપૂર અંગે પણ અફવાઓ સામે આવતી રહે છે. એક વાર તેના અંગે કહેવામાં આવ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ છે અને તેણે છાનામાના લગ્ન કરી લીધા છે. ત્યારે હવે એક ઈન્ટરવ્યૂમાં ગીતા કપૂરે પોતાના લગ્નનું સત્ય જણાવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક ઈન્ટરવ્યૂમાં ગીતા કપૂરે કહ્યું કે, મારા વિશે સમાચાર છપાયા હતા કે, મારો બોયફ્રેન્ડ છે. તે લોકો મને વસ્તુઓ મોકલાવે છે કે તમારો બંગલો છે, તમે આટલા પૈસા કમાયા છે. હું તેમને કહું છું કે, જો છે તો કોઈ મને બતાવો. આવું કંઈ પણ નથી. 

આ અફવાથી મારા જીવનમાં કોઈ ફરક નથી પડવાનો

ગીતા કપૂરે આગળ કહ્યું કે, જો મારા વિશે ખરું-ખોટું છાપવાથી કોઈનું ભલુ થતું હોય તો ભગવાનની કૃપા તેમના પર બની રહે. તેનાથી મારા જીવનમાં કોઈ ફરક નથી પડવાનો. લોકો એવું માની રહ્યા છે તો તે તેમનો પ્રોબ્લેમ છે, કારણ કે તેમની પાસે જીવનમાં કરવા માટે કંઈ નથી. તેનાથી મારા જીવનમાં કંઈ ફરક નથી પડવાનો, જે છાપવું હોય એ છાપે. જો કોઈએ બોલી દીધું કે, મારા લગ્ન થઈ ગયા છે. જો થઈ જાય તો સારી બાબત છે. જો હું વિવાહિત હોત અને કોઈએ કહ્યું હોત કે મારો બોયફ્રેન્ડ છે અને તેનાથી મારા લગ્નમાં ફરક પડતો હોત તો તે મુશ્કેલી વાળી વાત છે. 

હું કોઈને સ્પષ્ટતા આપવા નથી માગતી

કોરિયોગ્રાફર ગીતા કપૂરે આગળ કહ્યું કે, મને ફેક ન્યૂઝથી કોઈ ફરક નથી પડતો અને હું કોઈને સ્પષ્ટતા આપવા પણ નથી માગતી. જ્યાં સુધી મને કોઈ બાબતથી માનસિક સમસ્યા ન થાય, ત્યાં સુધી હું કોઈની સાથે તેના વિશે વાત નથી કરતી. લોકો મારા વિશે શું વિચારે છે અને શું લખે છે તેની હું ચિંતા નથી કરતી. જે સમાચારમાં સત્ય નથી એવા સમાચાર વિે હું વિચારતી પણ નથી. 

Related News

Icon