
મનોજ બાજપેયીની થ્રિલર સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ભારતની સૌથી લોકપ્રિય સિરીઝમાંથી એક છે. અત્યાર સુધી આ સિરીઝની બે સિઝન રિલીઝ થઈ છે અને બંને દર્શકોને ખૂબ ગમી છે. આ સિરીઝમાં એક્શન અને રમૂજ પણ છે. સિરીઝની વાર્તા એક મિડલ ક્લાસના વ્યક્તિ શ્રીકાંત તિવારી વિશે છે, જે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના સ્પેશિયલ સેલ માટે કામ કરે છે.
'ધ ફેમિલી મેન' (The Family Man) ની બે સફળ સિઝન પછી, દર્શકો લાંબા સમયથી તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે, કારણ કે આખરે મનોજ બાજપેયીની મચઅવેઈટેડ સિરીઝની રિલીઝ ડેટ પર પડદો ઉઠી ગયો છે.
'ધ ફેમિલી મેન' ની ત્રીજી સિઝન ક્યારે આવશે?
મનોજ બાજપેયીને સોશિયલ મીડિયા પર વારંવાર પૂછવામાં આવે છે કે તે તેની લોકપ્રિય સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ની ત્રીજી સિઝન ક્યારે લાવી રહ્યો છે. હવે અભિનેતાએ તેનો જવાબ આપ્યો છે. એક અહેવાલ મુજબ, OTT પ્લે એવોર્ડ્સ 2025 માં હાજરી આપવા પહોંચેલા બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાએ પોતે પુષ્ટિ આપી છે કે 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) નવેમ્બર 2025માં રિલીઝ થશે.
જોકે, મનોજ બાજપેયી એ તારીખ પર સસ્પેન્સ બનાવ્યું છે, જે ફેન્સને ખૂબ જ બેચેન કરી રહ્યું છે. છેલ્લી બે સફળ સિઝનની જેમ, આ વખતે પણ 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
આ અભિનેતા પણ સિરીઝમાં જોવા મળશે
જ્યારે મોટા કલાકારો એકસાથે આવે છે, ત્યારે તે દર્શકો માટે વધુ રોમાંચક બની જાય છે. દર્શકોને ત્રીજી સીઝનમાં પણ આવું જ સરપ્રાઈઝ મળવાનું છે. 'ધ ફેમિલી મેન' ની બીજી સિઝનમાં સામંથા રૂથ પ્રભુએ પોતાના અભિનયથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, ત્યારે હવે 'પાતાલ લોક' નો હાથીરામ ચૌધરી પણ આ સિરીઝનો ભાગ બનવા માટે તૈયાર છે.
જયદીપ અહલાવત 'ધ ફેમિલી મેન 3' માં અભિનેતા મનોજ બાજપેયી સાથે જોવા મળશે. તે સિઝનનો મુખ્ય વિલન હશે. દર્શકોને આશા છે કે આ સિઝનમાં પહેલા કરતાં વધુ એક્શન અને ડ્રામા જોવા મળશે.