
એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ 'Ground Zero' નું ટ્રેલરે રિલીઝ થતાં જ દર્શકો ફિલ્મ માટે ઉત્સાહિત થઈ ગયા છે. આ ફિલ્મમાં Emraan Hashmi એક નવા અંદાજમાં જોવા મળે છે. તે BSF કમાન્ડન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેની કારકિર્દીનો સૌથી મુશ્કેલ અને ગંભીર રોલ માનવામાં આવે છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે અને છેલ્લા 50 વર્ષમાં BSF દ્વારા હાથ ધરવામાં આવેલા સૌથી ખાસ અને રોમાંચક ઓપરેશન્સ પર આધારિત છે. આ એક એવા મિશનની વાર્તા છે જેમાં એક અધિકારીએ પોતાનો જીવ અને અંતરાત્મા બંને દાવ પર લગાવવા પડે છે. આ મિશનની જવાબદારી Emraan Hashmi લઈ રહ્યો છે, જે ફિલ્મમાં એક્શન અને ઈમોશન વચ્ચે સારું સંતુલન જાળવી રાખતો જોવા મળે છે.
શ્રીનગરમાં BSF સૈનિકો સાથે ટ્રેનિંગ
પોતાના પાત્રમાં પ્રામાણિકતા લાવવા માટે, Emraan એ શ્રીનગરમાં વાસ્તવિક BSF સૈનિકો સાથે પાંચ દિવસની ટ્રેનિંગ લીધી હતી. તેણે કહ્યું કે, "અમને સલામી આપવાનું, પ્રોટોકોલનું પાલન કરવાનું, કવર લેવાનું, રાઈફલ રી-લોડ કરવાનું અને ગોળીબાર કરવાનું શીખવવામાં આવ્યું હતું."
શિસ્ત અને શારીરિક ભાષા પર ખાસ ધ્યાન આપ્યું
અભિનેતા એ કહ્યું કે, ફિલ્મમાં શિસ્ત બતાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે, "લશ્કરી અધિકારીની બોડી લેંગ્વેજમાં શિસ્ત પ્રતિબિંબિત થવી જોઈએ. આ માટે હું BSF સૈનિકોનો આભાર માનું છું. તેમની ટ્રેનિંગથી મારા પરફોર્મન્સમાં વધુ સુધારો થયો છે."
તેણે એમ પણ કહ્યું કે તે ફક્ત યુનિફોર્મ પહેરીને શૂટિંગ માટે નહતો ગયો, પરંતુ તે તેના પાત્રને હૃદયથી સમજતો અને અનુભવતો હતો. તેની મહેનત જોઈને, અન્ય કલાકારોને પણ પ્રેરણા મળી અને સેટ પરનું વાતાવરણ બદલાઈ ગયું હતું.
આ ફિલ્મ 25 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'Ground Zero' ના દિગ્દર્શક તેજસ દેવાસ્કર છે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું છે. વિશાલ રામચંદાની, સંદીપ સી સિધવાની, કાસિમ જગમગિયા અને અરહાન બગાતી આ ફિલ્મના સહ-નિર્માતા છે. આ ફિલ્મ 25 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે.