
સંગીત જગતમાં પોતાની અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનારી દિગ્ગજ ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું 66 વર્ષની વયે નિધન થયુ છે. ગઈકાલે ગુરૂવારે મિનેસોટામાં સ્થિત તેના ઘરમાં અચાનક આગ લાગતાં ગાયિકાનું મોત નીપજ્યું હતું.
90ના દાયકાથી પ્રસિદ્ધ અમેરિકન ગાયિકાને 'આઈ કિસ્ડ અ ગર્લ' (I Kissed A Girl) મ્યુઝિક વીડિયોથી ઓળખ મળી હતી. તે શુક્રવારે પોતાના હોમટાઉન સ્ટેજ પર્ફોર્મ કરી લોકોને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરવાની હતી. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટતાં તેનું મોત થહતું.
ડેનવરમાં મ્યુઝિકલ શૉ કરવાની હતી
જિલ સોબુલેના મોતની ખાતરી તેના મેનેજર જૉન પૉર્ટરે આપી છે. સિંગરની વેબસાઈટ અનુસાર, જિલ શુક્રવારે (2 મે) પોતાના હોમટાઉન ડેનવરમાં ઓટોબાયોગ્રાફિકલ સ્ટેજ મ્યુઝિકલ 7th ગ્રેડ શો કરવાની હતી. 2023માં ડ્રામા ડેસ્ક એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે 90ની દાયકાની પ્રસિદ્ધ ગાયિકા હતી. તેને સૌથી વધુ ઓળખ 'આઈ કિસ્ડ અ ગર્લ', 'ક્લૂલેસ', 'સુપરમોડલ'થી મળી હતી. તેનો 1990માં આવેલો પ્રથમ આલ્બમ 'થિંગ્સ હિઅર આર ડિફરન્ટ' પણ ખૂબ ફેમસ રહ્યો હતો. ત્યારબાદ તે સફળતાની સીડીઓ ચડતી રહી હતી. પોતાના ગાયિકાના અંદાજ માટે સોબુલે જાણીતી હતી.
મહિલાઓના સશક્તિકરણ માટે પણ પ્રસિદ્ધ
જિલ સોબુલે પોતાના ગીતોના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનુ કામ કરતી હતી. તે લોકો સમક્ષ મહિલાઓની એક મજબૂત પર્સનાલિટી રજૂ કરવા પ્રસિદ્ધ હતી. 1990 બાદ તેણે અનેક આલ્બમ, ફિલ્મ-ટીવી શો માટે ગીતો બનાવ્યા. 2023માં તેણે ડ્રામા પણ લખ્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યુ હતું.