
'ગાઢ વનમાં નિવાસ કરવાથી પરમ શાંતિ અને સુરક્ષાનો એવો અનુભવ થઈ રહ્યો છે જેની કલ્પના પણ શહેરી જીવનમાં ન થઈ શકે. બાળકોને આવા વાતાવરણમાં ઉછેરવાથી તેમને પ્રકૃતિ, સમૂહજીવન અને સાદગીનું મહત્વ સમજાય છે.'
જોશ ડુહેમલ
માર્ક વોહ્લબર્ગ
ગ્લેન પોવેલ
જેમ્સ વેન ડેર બીક
દુક આશ્ચર્યજનક સાંસ્કૃતિક પરિવર્તન તરીકે અનેક હોલીવૂડ સેલિબ્રિટીઓ લોસ એન્જલસની ચમક અને ગ્લેમરના સ્થાને ગ્રામીણ જીવનની શાંત સાદગી તરફ વળી રહી છે. આ સ્થળાંતરમાં જોશ ડુહેમલ અને માર્ક વોહ્લબર્ગ જેવા એક્ટરો વ્યક્તિગત મૂલ્યો, પારિવારીક જીવન અને માનસિક સુખાકારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા તેમની કારકિર્દી ઘડનારા શહેરને પાછળ છોડી રહ્યા છે.
આ ટ્રેન્ડ માત્ર ઘરો બદલવા સુધી સીમિત નથી રહ્યો, પણ તે પ્રાથમિકતાના ગાઢ પુનર્ગઠન વિશે વધુ છે. બ્લોકબસ્ટર ફિલ્મો અને ટીવીમાં પોતાના કામ માટે પ્રસિદ્ધ જોશ ડુહેમલ તાજેતરમાં પોતાના પરિવાર સાથે હોલીવૂડના ઝડપી જીવનથી દૂર વસવાટ કરવા બાબતે સમાચારમાં ઝળક્યો હતો. મૂળ ઉત્તર ડાકોટાના નિવાસી આ કલાકારે જણાવ્યું કે ગાઢ વનમાં નિવાસ કરવાથી તેને પરમ શાંતિ અને સુરક્ષાનો એવો અનુભવ થઈ રહ્યો છે જેની કલ્પના પણ શહેરી જીવનમાં ન થઈ શકે. ડુહેમલનો ઈરાદો બાળકોને એવા વાતાવરણમાં ઉછેરવાનો છે જ્યાં તેમને પ્રકૃતિ, સમુદાય અને સાદગીનું મહત્વ સમજાય. ડુહેમલે પેઢીઓ સુધી પરિવાર સાથે રહી શકાય તેવા ઘરની પણ ઈચ્છા વ્યક્ત કરી.
માર્ક વોહ્લબગે પણ આવી જ વાત દોહરાવી. શિષ્ત, આસ્થા અને પારિવારીક મૂલ્યો ફરતે પોતાની જાહેર છબી વિકસાવનાર આ એક્ટર અને ઉદ્યોગસાહસિકે પોતાના પરિવાર સાથે નેવાડામાં નિવાસ કરવાનું નક્કી કર્યું. પોતે ગ્રામીણ વાતાવરણમાં ન ઉછેર્યો હોવા છતાં વોહ્લબર્ગનું પગલુ તેણે વર્ષો સુધી વિકસાવેલી પરિવાર પ્રત્યે પ્રતિબદ્ધ નમ્ર અને ગંભીર માનવીની છબી સાથે સુસંગત થાય છે. લોસ એન્જલસમાંથી તેનું ગમન પોતે જેનો પ્રચાર કરે છે તેનું પાલન કરે છે તેવા મૂલ્યો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે દર્શકો ખરા જોડાણ શોધે છે ત્યારે આવી પ્રમાણિકતાનું ઘણુ મૂલ્ય છે.
સેલિબ્રિટીઓની આ પેટર્ન નોંધનીય સાંસ્કૃતિક પરિવર્તન ઉજાગર કરે છે. ઓકલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસરના મતે સેલિબ્રિટીઓ જ્યારે પ્રસિદ્ધિથી દૂર ભાગે છે અને સામાન્ય જીવન તરફ વળે છે ત્યારે તેઓ વધુ સુસંગત અને પ્રમાણિક પ્રતીત થાય છે. એવા યુગમાં જ્યારે ચાહકો ઘણીવાર અમીર અને પ્રસિદ્ધ લોકોની જીવનશૈલીથી અંજાયેલા હોય છે ત્યારે કોઈ સેલિબ્રિટીને પરિવાર અને માનસિક સુખાકારીને પ્રાથમિકતા આપતા જોવા તેમના માટે એક તાજગીભર્યો અને આશ્વાસનયુક્ત અનુભવ બને છે. આવા સ્ટાર આપણને યાદ અપાવે છે કે ઊંડે ઊંડે તેઓ સરેરાશ વ્યક્તિથી અલગ નથી હોતા.
સેલિબ્રિટીઓના આવા પગલાનો જાહેર જનતાએ અતિશય સકારાત્મક પ્રતિસાદ આપ્યો. ચાહકોએ સોશિયલ મીડિયા પર ડુહેમલ અને વોહ્લબર્ગ જેવા કલાકારોની તેમના નિર્ણય માટે પ્રશંસા કરતા લખ્યું કે તેઓ ખરા રોલ મોડેલ છે. કેટલાક ચાહકોએ તો ગ્રામીણ જીવનના લાભ વિશે અંગત અનુભવો શેર કર્યા અને સ્ટાર્સ તેમજ તેમના ચાહકો વચ્ચે સહિયારા અનુભવની લાગણી જન્માવી. આ પ્રશંસા દર્શાવે છે કે ચાહકો સેલિબ્રિટીઓની વધુ હેતુપૂર્વકની જીવનશૈલીની પસંદગીને સમર્થન આપવા ઉપરાંત તેમનાથી પ્રેરિત પણ થાય છે.
લોસ એન્જલસમાંથી સેલિબ્રિટીઓના સ્થળાંતરથી વ્યાપક સામાજિક ચર્ચાને પણ બળ મળ્યું છે. મોન્ટક્લેર સ્ટેટ યુનિવર્સિટીના મીડિયા નિષ્ણાંતના મતે હોલીવૂડને કાયમ ઉપરછલ્લું અથવા દૈનિક સમસ્યાથી વેગળુ માનવામાં આવ્યું છે. તેનાથી વિપરીત ગ્રામીણ જીવન પ્રમાણિકતા, પરિશ્રમ અને પરંપરાગત પારિવારીક મૂલ્યોના સારને ઉજાગર કરે છે. આથી જ્યારે કોઈ પ્રસિદ્ધ હસ્તી શહેરમાંથી ગ્રામીણ વિસ્તાર તરફ સ્થળાંતર કરે છે ત્યારે આવા જ મૂલ્યોનું પ્રતીકાત્મક સમર્થન થાય છે. સેલિબ્રિટીનું આવુ પગલુ એવી વ્યાપક સાંસ્કૃતિક માન્યતાનો હિસ્સો બને છે જેને સામાન્યપણે સારી જીવનશૈલી માનવામાં આવે છે, એવી જીવનશૈલી જે પ્રસિદ્ધિ અથવા ધન પર નહિ પણ અર્થસભર સંબંધો અને વ્યક્તિગત સંતોષ પર કેન્દ્રિત હોય છે.
અન્ય સેલિબ્રિટીઓ પણ આ જ પથે ચાલી. એક્ટર ગ્લેન પોવેલ ટેક્સાસના રાજ્યના તેના ઘરમાં પાછો ફર્યો જ્યારે ડોસન્સ ક્રીકમાં પોતાના રોલથી પ્રસિદ્ધ થયેલો જેમ્સ વેન ડર બીક ૨૦૨૦માં તેના પરિવાર સાથે લોસ એન્જલસ છોડી ગયો.
આ તમામ નિર્ણયોએ વ્યાપક મીડિયા ધ્યાન આકર્ષિત કર્યું હતું અને મોટાભાગે જનતાએ તેની પ્રશંસા અને કદર કરી હતી.
વાસ્તવમાં સેલિબ્રિટીઓનું લોસ એન્જલસમાંથી થતું સ્થળાંતર સ્ટારડમનો નકાર નથી પણ ઓળખનું પુન:સંતુલન છે. આ સ્થળાંતર યાદ અપાવે છે કે સ્પોટલાઈટમાં રહેતા લોકોને પણ સાદગીની ખેવના હોય છે જેની ઘણા લોકો અવગણના કરતા હોય છે. અને જ્યારે આ સ્ટાર્સ પોતાના જીવનની પુન:ઓળખ કરે છે ત્યારે તેઓ સેલિબ્રિટીની વ્યાખ્યાને પણ નવો આકાર આપે છે અને તેને વધુ સુસંગત, વધુ વાસ્તવિક અને કદાચ વધુ પ્રેરક બનાવે છે.