Home / Entertainment : Hollywood singer to go on space mission

સ્પેસ મિશન પર જશે હોલિવુડ સિંગર, જાણો મિનશનનું નેતૃત્વ કોણ કરશે

સ્પેસ મિશન પર જશે હોલિવુડ સિંગર, જાણો મિનશનનું નેતૃત્વ કોણ કરશે

સ્પેસ મિશનનો એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ મિશનમાં હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત અમેરિકાની દિગ્ગજ મહિલાઓ સામેલ છે. મિશનને લીડ પણ ફેમસ અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની ફિયાન્સી પોતે કરી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સિંગર કેટી પેરી જે સ્પેસ મિશન પર જવાની છે, તે જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનનું મિશન છે, જેનું નામ એનએસ-31 મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે મિશન માટે જતાં ન્યૂ શેપર્ડ અંતરિક્ષ યાનમાં તમામ મહિલાઓના ક્રૂ મેમ્બર સામેલ હશે.

આ સ્પેસ યાત્રા એક મિસાલ સાબિત થવાની છે, કેમ કે આ મિશનનું નેતૃત્વ 1963ના વેલેન્ટિના તેરેશ્કોવાના એક મિશન બાદ પહેલી વખત મહિલા અંતરિક્ષ મુસાફરોની ટીમ કરશે.

લોકોની આશા વધી જશે

કેટી પેરી કેપિટલ રેકોર્ડ્સની સૌથી વધુ વેચાતી મહિલા કલાકાર છે. તેણે આ મિશનને લઈને ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'મને આશા છે કે મારી યાત્રા મારી પુત્રી અને બીજા લોકોને પણ સ્ટાર્સ સુધી પહોંચવા માટે પ્રેરિત કરશે.'

બેઝોસની ફિયાન્સીનો પ્લાન!

મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની ફિયાન્સી અને પૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેજ કરશે. સાંચેજે જ આ પ્રતિષ્ઠિત ટીમને એકત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પેરી અને સાંચેજની સાથે સીબીએસ એન્કર ગેલ કિંગ, નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્ડા ગુયેન, ફિલ્મ નિર્માતા કેરિયન ફ્લિન અને નાસાની પૂર્વ રોકેટ વિજ્ઞાની આઈશા બોવે જેવી મુખ્ય હસ્તીઓ સામેલ છે.

Related News

Icon