Home / Entertainment : Ileana D'Cruz became a mother for the second time

બીજી વાર માતા બની ઈલિયાના ડી'ક્રુઝ, પહેલી ઝલક સાથે જાહેર કર્યું પુત્રનું નામ

બીજી વાર માતા બની ઈલિયાના ડી'ક્રુઝ, પહેલી ઝલક સાથે જાહેર કર્યું પુત્રનું નામ

ઈલિયાના ડી'ક્રુઝ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર રહી છે. અભિનેત્રી તેના કામ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. જોકે, ઈલિયાના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તેના અંગત જીવનને લગતા અપડેટ્સ પણ શેર કરતી રહે છે. અભિનેત્રીએ હવે બધા ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે. ઈલિયાનાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના બીજા બાળકની પહેલી ઝલક પણ બધાને બતાવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફરી એકવાર, ઈલિયાના ડી'ક્રુઝના ઘરમાં ખુશીનો માહોલ છે. અભિનેત્રીના ઘરમાં હાલમાં ખુશીનો માહોલ છે. ઈલિયાના હવે બે પુત્રોની માતા બની ગઈ છે. તસવીરની સાથે જ તેણે તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. ઈલિયાનાએ ફરીથી માતા બનવાના સમાચાર શેર કરતાની સાથે જ ફેન્સ અને સ્ટાર્સે તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર તેને અભિનંદન આપ્યા છે.

ઈલિયાનાએ તેના પુત્રની પહેલી ઝલક બતાવી

પ્રિયંકા ચોપરાએ પણ અભિનેત્રીની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેને અભિનંદન આપ્યા છે. અભિનેત્રીએ બીજા પુત્રની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે "અમારું હૃદય ખૂબ ભરાઈ ગયા છે." આ સાથે, તેણે કેપ્શનમાં રેડ હાર્ટ ઈમોજી પણ બનાવ્યા છે. આ સિવાય  બાળકનું નામ પણ તસવીર પર લખેલું છે. ઈલિયાનાએ તેના પુત્રનું નામ કીનુ રાફે ડોલન (Keanu Rafe Dolan) રાખ્યું છે, જેનો જન્મ 19 જૂન 2025ના રોજ થયો હતો.

ગયા વર્ષે જાહેર કરી હતી બીજી પ્રેગનેન્સી

ઈલિયાના ડી'ક્રુઝની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આથિયા શેટ્ટીએ પણ કમેન્ટ કરીને તેને અભિનંદન આપ્યા છે. રિદ્ધિમા તિવારીએ પણ તેની પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો છે. ઈલિયાનાએ ઓક્ટોબર 2024માં તેની બીજી પ્રેગનેન્સીની પુષ્ટિ કરી હતી. થોડા મહિનાઓ પછી, તેણે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશનનું રાખ્યું હતું, જે દરમિયાન તેણે પેરેન્ટિંગ વેલ્યુ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, "લોકોને, અને ખાસ કરીને બાળકોને, એ શીખવવાની જરૂર છે કે ક્રૂર, દુષ્ટ, નિર્દય કે સ્વાર્થી બનવું તે પ્રેમ કરવા લાયક ગુણ નથી... પ્રેમ પણ આદર અને ખુશીની જેમ જ કમાવવો પડે છે."

Related News

Icon