Home / Entertainment : Know about Alka Yagnik's career and personal life on her birthday

Birthday Special / કોઈ સિંગર નથી તોડી શક્યા અલકા યાજ્ઞિકના રેકોર્ડ, તાવમાં પણ ગાયું હતું માધુરીની ફિલ્મનું હિટ ગીત

Birthday Special / કોઈ સિંગર નથી તોડી શક્યા અલકા યાજ્ઞિકના રેકોર્ડ, તાવમાં પણ ગાયું હતું માધુરીની ફિલ્મનું હિટ ગીત

કોલકાતામાં જન્મેલા અલકા યાજ્ઞિકે તેમની માતા શુભા પાસેથી સંગીત શિક્ષણ મેળવ્યું હતું, જેઓ શાસ્ત્રીય સંગીતમાં પારંગત હતા. જ્યારે અલકા છ વર્ષના હતા, ત્યારે તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે માતા શુભા તેમને મુંબઈ લાવ્યા. અહીંથી જ અલકાની ફિલ્મોમાં સિંગિંગની સફર શરૂ થઈ. આજે અલકા યાજ્ઞિકના 59મા જન્મદિવસ પર ચાલો તમને તેમની મ્યુઝિક જર્ની અને તેમના નામ સાથે જોડાયેલા રેકોર્ડ વિશે જણાવીએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અલકા યાજ્ઞિકે નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું

અલકાને દસ વર્ષની ઉંમરે અભિનેતા રાજ કપૂરના કારણે પહેલો મ્યુઝિક બ્રેક મળ્યો હતો. રાજ કપૂરને કોલકાતાના એક ફિલ્મ વિતરકે એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમને અલકા યાજ્ઞિકની સિંગિંગ વિશે જણાવવામાં આવ્યું હતું. રાજ કપૂરે અલકાના સાંભળ્યા અને 10 વર્ષની છોકરીમાં આટલી બધી પ્રતિભા જોઈને ખુશ થયા. તેમણે અલકાને સંગીત દિગ્દર્શકો લક્ષ્મીકાંત અને પ્યારેલાલ પાસે મોકલ્યા. લક્ષ્મીકાંત અને પ્યારેલાલજીએ અલકાને ગાવાની તક આપી. અલકાને ફિલ્મ 'પાયલ કી ઝંકાર' (1980) માં પહેલું ગીત ગાવાની તક મળી. આ પછી, તેમને ફિલ્મ 'લાવારિસ' (1981) માં ગીત ગાવાની તક મળી. પછી અલકાએ 'હમારી બહુ અલકા' (1982) માં એક ગીત ગાયું. આ ગીતોએ અલકાને હિન્દી ફિલ્મોમાં પોતાને સ્થાપિત કરવાની તક આપી.

માધુરી દીક્ષિતની ફિલ્મના ગીતે તેને પ્રખ્યાત બનાવી

અલકા યાજ્ઞિકને સિંગર તરીકે ઓળખ મળવા લાગી હતી, પરંતુ તેમના કરિયરનું સૌથી મોટું હિટ ગીત માધુરી દીક્ષિતની ફિલ્મ 'તેઝાબ' નું 'એક દો તીન' હતું. આ ગીત માટે અલકાએ બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. આ ગીત વિશે એક ઇન્ટરવ્યુમાં, અલકાએ કહ્યું હતું કે જે દિવસે આ ગીત રેકોર્ડ થઈ રહ્યું હતું તે દિવસે તેમને ખૂબ તાવ આવ્યો હતો. પરંતુ અલકાએ આ ગીત પૂરા દિલથી ગાયું અને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું.

ઓસામા પણ અલકા યાજ્ઞિકનો ફેન હતો

અલકા યાજ્ઞિકના ગીતો ફક્ત ભારતના સંગીત પ્રેમીઓ જ નહીં પરંતુ પાકિસ્તાનના સંગીત પ્રેમીઓ દ્વારા પણ પસંદ કરવામાં આવે છે. પરંતુ વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદી ઓસામા બિન લાદેન પણ અલકા યાજ્ઞિકનો ફેન હતો. જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના ઠેકાણા પર હુમલો કર્યો, ત્યારે ત્યાં અલકા યાજ્ઞિકના ગીતોના રેકોર્ડિંગ્સ મળી આવ્યા હતા.

સિંગરનું અંગત જીવન કેવું હતું?

અલકા યાજ્ઞિકે પોતાના સંગીત કરિયરમાં ઘણી ખ્યાતિ મેળવી અને ફેન્સનો પ્રેમ મેળવ્યો. આ બધું તેમના પાર્ટનરને કારણે શક્ય બન્યું. અલકા યાજ્ઞિક પોતાનું કરિયર બનાવી શકે તે માટે, બંને લગભગ 28 વર્ષ સુધી એકબીજાથી દૂર રહ્યા. લગ્નના થોડા વર્ષો પછી, અલકા મુંબઈમાં રહેવા લાગ્યા, જ્યારે તેમના પતિ નીરજ કપૂર શિલોંગમાં પોતાનો બિઝનેસ કરતા રહ્યા. તેમને એક પુત્રી પણ છે. નીરજ કપૂર અને અલકા યાજ્ઞિકના લવ મેરેજ થયા હતા. તેઓ પહેલી વાર ટ્રેનમાં મળ્યા હતા. બંને વચ્ચેનો પ્રેમ જ તેમને અલગ રહેવા છતાં સાથે રાખતો હતો.

અલકા યાજ્ઞિકે પોતાની શ્રવણશક્તિ ગુમાવી 

ગયા વર્ષે, અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેઓ એક ન્યુરોલોજીકલ રોગથી પીડિત છે જેના કારણે તેઓ સાંભળી નથી શકતા. સિંગરે એવી આશા પણ વ્યક્ત કરી કે તેઓ જલ્દી કમબેક કરશે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તેમને તેમના ફેન્સના સપોર્ટની જરૂર છે.

અલકા યાજ્ઞિકના નામે ઘણા રેકોર્ડ અને એવોર્ડ છે

અલકા યાજ્ઞિકે 25 અલગ અલગ ભાષાઓમાં 22 હજાર ગીતો ગાયા છે. સદાબહાર બોલીવૂડ ગીતોની ટોપ 40 લિસ્ટમાં સિંગરના 20 ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અલકા યાજ્ઞિકે બે નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ ફિલ્મ 'હમ હૈ રાહી પ્યાર કે' ના ગીત 'ઘૂંઘટ કી આડ સે' અને ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' ના ટાઈટલ ટ્રેક માટે મળ્યા છે.

અલકા યાજ્ઞિકના નામે 7 ફિલ્મફેર એવોર્ડ પણ છે. તેમને ફિલ્મ 'તેઝાબ' ના ગીત 'એક દો તીન', ફિલ્મ 'ખલનાયક' ના ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ', ફિલ્મ 'પરદેસ' ના ગીત 'મેરી મહેબૂબા', ફિલ્મ 'તાલ' ના ગીત 'તાલ સે તાલ મિલા', ફિલ્મ 'ધડકન' ના ગીત 'દિલ ને યે કહા હૈ દિલ સે', ફિલ્મ 'લગાન' ના ગીત 'ઓ રે છોરી' અને ફિલ્મ 'હમ તુમ' ના ટાઈટલ ટ્રેક માટે આ એવોર્ડ મળ્યા છે.

ભારતીય સંગીતમાં યોગદાન બદલ અલકા યાજ્ઞિકને 2013માં લતા મંગેશકર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અલકા યાજ્ઞિકે વર્ષ 2024માં યુટ્યુબના ટોપ ગ્લોબલ આર્ટિસ્ટ મ્યુઝિક ચાર્ટમાં ટોપનું સ્થાન મેળવ્યું હતું. તેઓ ઘણા વર્ષોથી યુટ્યુબ મ્યુઝિક ચાર્ટમાં ટોપ પર છે. અત્યાર સુધી અલકાના ગીતોને દર અઠવાડિયે 360-400 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ઉપરાંત, તેમના ગીતોને દર વર્ષે 18 અબજ વ્યૂઝ મળે છે.

2022માં ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર, અલકા યાજ્ઞિકના ગીતોને યુટ્યુબ પર 15.3 બિલિયન વ્યૂઝ મળ્યા હતા. આમાંથી 12.3 અબજ યુઝર્સ ભારતના હતા. પાકિસ્તાનમાં પણ, અલકા યાજ્ઞિકના ગીતોને યુટ્યુબ પર 683 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. 2021માં પણ, અલકા યાજ્ઞિકના ગીતો યુટ્યુબ પર 17 અબજ વખત સ્ટ્રીમ થયા હતા. 2020-2021માં, અલકા યાજ્ઞિક દ્વારા ગાયેલું ગીત, 'એક દિન આપ' યુટ્યુબ પર 16.6 અબજ વખત સ્ટ્રીમ થયું હતું.

Related News

Icon