
વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' ની નવી રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. અગાઉ આ ફિલ્મ 18 એપ્રિલ 2025ના રોજ થિયેટરમાં આવવાની હતી. જોકે, બાદમાં ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.
'સની સંસ્કારી કી તુલસી કુમારી' 12 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખેતાન કરી રહ્યો છે. શશાંક 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'બદ્રીનાથ કી દુલ્હનિયા' અને 'ધડક' જેવી ફિલ્મો માટે જાણીતો છે.
વરુણ અને જ્હાનવી બીજી વાર સાથે જોવા મળશે
'સની સંસ્કારી કી તુલસી કુમારી' માં વરુણ ધવન અને જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ બીજી વાર છે જ્યારે જ્હાન્વી અને વરુણ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા બંને ફિલ્મ 'બવાલ' માં સાથે જોવા મળ્યા હતા. 2023માં એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં દર્શકોને જ્હાન્વી અને વરુણની કેમેસ્ટ્રી ખૂબ ગમી હતી.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
'સની સંસ્કારી કી તુલસી કુમારી' માં જ્હાન્વી અને વરુણ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, મનીષ પોલ અને રોહિત સરાફ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને શશાંક ખૈતાન દ્વારા નિર્મિત, આ ફિલ્મ એક રોમ-કોમ ડ્રામા છે.
વરુણ ધવન અને જ્હાન્વી કપૂરનો વર્ક ફ્રંટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો વરુણ ધવન પાસે સની દેઓલ સાથે 'બોર્ડર 2' અને 'ભેડિયા 2' જેવી ફિલ્મો પાઇઇપલાઇનમાં છે. બીજી તરફ, જ્હાન્વી કપૂર પાસે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'પરમ સુંદરી' અને સાઉથ સ્ટાર રામ ચરણ સ્ટારર ફિલ્મ 'આરસી 16' જેવા પ્રોજેક્ટ્સ છે.