
મલાયકા અરોરા બોલીવૂડમાં પોતાના ડાન્સ પરફોર્મન્સથી જાણીતી છે. તેણે ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર કરીને દર્શકોનું મનોરંજન કર્યું છે. હવે અભિનેત્રીને ફિલ્મોમાં ક્લાસિકલ ડાન્સ કરવાની ઇચ્છા થઇ છે. ખાસ કરીને તેને ભારતનાટયમથી શરૂઆત કરવી છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી એક ડાન્સ રિયાલિટી શોની નિર્ણાયક છે.
મલાયકાએ દર્શકોને મુન્ની બદનામ હુઇ, છૈંયા છૈંયા અને અનાકતસી ડિસ્કો ચલી જેવા આઇટમ સોન્ગ કરીને દર્શકોને ડોલાવ્યા છે. હવે તનેે પોતાની ડાન્સકળાને ક્લાસિકલ ડાન્સ દ્વારા દર્શકોને ડોલાવવાની ઇચ્છા છે.
મલાયકાએ જણાવ્યું હતું કે, મને ડાન્સ પ્રત્યે બહુ લગાવ છે,તેમજ છેલ્લા ઘણા વરસોથી હું વિવિધ પ્રકારના ડાન્સની સ્ટાઇલ શીખી રહી છું.
મને હિપ-હોપ ગુ્રવ અથવા તો એફરો એમ બધા જ ડાન્સ પ્રિય છે. પરંતુ હવે મને ખાસ કરીને ભારતીય ક્લાસિક્લ ડાન્સ પર ધ્યાન આપવું છે. મને ફિલ્મમાં ભારતનાટયમ કરવાની બહુ ઇચ્છા છે.