
સલમાન ખાન અને સંગીતા બિજલાની એક સમયે લગ્ન કરવાના હતા પણ તેમનું બ્રેકઅપ થઈ ગયું. છેલ્લા ઘણા વર્ષોથી બંને વચ્ચે સારી મિત્રતા છે અને સંગીતા તેના પરિવારની પણ નજીક છે. જ્યારે સલમાન સંગીતા બિજલાનીના જન્મદિવસ પર પહોંચ્યો ત્યારે તેની ઘણી તસવીરો વાયરલ થઈ છે. હવે એક તસવીરમાં સલમાનનો હાવભાવ જોઈને લોકો સલમાનની પ્રશંસા કરી રહ્યા છે.
સલમાનના ફોટા વિશે ચર્ચાઓ
સલમાન ખાનના નજીકના લોકો તેને દિલદાર ખાન અને યારોં કા યાર કહે છે. તેની મોટાભાગની ગર્લફ્રેન્ડ બ્રેકઅપ પછી પણ સલમાનના સંપર્કમાં છે. સંગીતા બિજલાની તેની સૌથી જૂની ગર્લફ્રેન્ડમાંની એક છે. એવું કહેવાય છે કે સલમાન અને તેના લગ્નના કાર્ડ પણ છપાય ગયાં હતા પરંતુ લગ્ન ન થયા. આ વાત હવે ઘણી જૂની થઈ ગઈ છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે.
તાજેતરમાં જ્યારે સલમાન સંગીતાના જન્મદિવસ પર પહોંચ્યો હતો, ત્યારે તેણે ત્યાં સંગીતા બિજલાની સાથે પોઝ આપ્યો હતો. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે સંગીતા અન્ય લોકો સાથે છે. જોકે, જ્યારે સલમાને સંગીતા સાથે પોઝ આપ્યો ત્યારે તેના બંને હાથ તેના ખિસ્સામાં હતા. લોકો એ વાતની પ્રશંસા કરી રહ્યા છે કે સલમાને એક સજ્જનની જેમ સંગીતાથી અંતર રાખ્યું છે.
સલમાને આ પહેલા પણ આવું કર્યું છે
અગાઉ પણ સલમાન ખાનનો આવો જ એક ફોટો વાયરલ થયો હતો. આમાં સના ખાને તેને ગળે લગાવ્યો હતો.જ્યારે સલમાને તેને ગળે લગાવી ત્યારે તેણે પોતાની મુઠ્ઠી બંધ રાખી અને તેની પીઠને સ્પર્શ ન હતો કર્યો. કેટલાક લોકોએ આ માટે સલમાનની પ્રશંસા પણ કરી હતી. સનાએ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો.