
એક્ટ્રેસ પાયલ રોહતગી પતિ સંગ્રામ સાથે છુટાછેડાના સમાચારને લઇને ચર્ચામાં છે. પાયલ રોહતગીએ સંગ્રામ સિંહ ચેરિટેબલ ફાઉન્ડેશની ડાયરેક્ટરની પોસ્ટ પરથી રાજીનામું આપ્યું છે. જે બાદ તેમના છુટાછેડાની અફવા ઉડી રહી છે. હવે સંગ્રામ સિંહે તેની પાછળનું કારણ જણાવ્યું છે.
સંગ્રામ સિંહે છુટાછેડાની અફવા પર આપ્યો જવાબ
સંગ્રામ સિંહે કહ્યું કે, "અમારી વચ્ચે છુટાછેડાની કોઇ વાત દૂર દૂર સુધી નથી. અમે 14 વર્ષથી સાથે છીએ અને હંમેશા રહીશું..હું પોતાનું તમામ ફોકસ સારા કામ કરવામાં રાખુ છું. આ છુટાછેડાની વાત પર હું ધ્યાન આપતો નથી અને હું વિનંતી કરીશ કે કૃપા કરીને આવી કોઇ અફવા ના ફેલાવો."
પાયલ રોહતગીએ કેમ રાજીનામું આપ્યું?
પાયલ રોહતગીએ સંગ્રામ સિંહના ચેરિટેબલ ફાઉન્ડેશનમાંથી રાજીનામું કેમ આપ્યું? આ સવાલ પર પણ તેમને વાત કરી છે. સંગ્રામે કહ્યું, 'આ પાયલજીનો નિર્ણય છે. હું તેમના નિર્ણયનું સમ્માન કરૂ છું. અમારા બન્નેની કામ કરવાની રીત અલગ છે. એવામાં પાયલજીએ વિચાર્યું હશે કે તેને પોતાના હિસાબથી સારૂ જ કર્યું હશે. હું તેમને કોઇ રોકટોક નથી કરતો. તે પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આ કોઇ ખોટુ નથી. દરેક માણસ અલગ છે.'
કહેવામાં આવે છે કે પાયલ રોહતગીના આ પદ પરથી રાજીનામા બાદ સંગ્રામ સિંહની મોટી બહેન સુનીતા કુમારી સિંહ આ પદને સંભાળશે. તે સંગ્રામ સાથે મળીને કંપની માટે કામ કરશે.મહત્ત્વપૂર્ણ છે કે પાયલ રોહતગીએ ખુદ પોતાના ઇંસ્ટાગ્રામ પર રાજીનામાની કોપી પોસ્ટ કરી હતી જેના કેપ્શનમાં લખ્યુ હતું, 'ક્યારેક-ક્યારેક શાંતિ અંતર જેવી લાગે છે.'
કેવી રીતે મળ્યા પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહની લવસ્ટોરી રસપ્રદ છે, જે રિયાલિટી શોમાંથી શરૂ થઈ અને લગ્ન સુધી પહોંચી હતી. બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી અને ભારતીય રેસલર અને અભિનેતા સંગ્રામ સિંહ રિયાલિટી શો "Survivor India" (2012) દરમિયાન મળ્યા હતા. આ શોમાં બંને સ્પર્ધકો હતા અને આ સમય દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા.
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, પાયલ અને સંગ્રામે 2014માં સગાઈ કરી હતી. જોકે, તેમના લગ્ન માટે થોડો સમય લાગ્યો. આખરે, 21 જુલાઈ 2022ના રોજ, બંનેએ આગ્રામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.