Home / Entertainment : Prateik Patil-Babbar's first marriage a bittersweet experience

Chitralok: પ્રતીક પાટિલ-બબ્બર પ્રથમ લગ્ન એક કડવાશભર્યો અનુભવ

Chitralok: પ્રતીક પાટિલ-બબ્બર પ્રથમ લગ્ન એક કડવાશભર્યો અનુભવ

પ્રતીક સ્મિતા પાટીલે તાજેતરમાં તેના નિર્માતા સાન્યા સાગર સાથેના પહેલાં 'લગ્ન તૂટયા એ પછી અનુભવેલી તીવ્ર ઇમોશનલ ઉથલપાથલ વિશે વાત કરી છે.  પ્રતીક કહે છે, 'મેં જે કંઈ અનુભવ્યું એ પછી  મેં મારું મન બનાવી લીધું હતું કે પ્રેમ અને લગ્ન કદીય એકબીજાના વિકલ્પ બની નહીં શકે. મેં મારા છેલ્લા લગ્નમાં મારું સર્વસ્વ  આપી દીધું.  જીવનમાં  મારા પર એ સંબંધ એટલો  લદાયો હતો,  પછી  ભલે ને મેં મારી સારી ભૂમિકા ભજવી હતી. હું  તો શ્રેષ્ઠ જીવનસાથી  બનવા ઈચ્છતો હતો, પણ કમનસીબે  તે કામ ન આવ્યું. આથી જ,  હું પ્રેમ અને લગ્ન પ્રત્યે   ખૂબ જ કડવાશ અનુભવતો હતો.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રતીક ઉમેરે  છે, 'આ  વાતનો  બદલો લેવા માટે  મેં ઈન્સ્ટાગ્રામ પર લગભગ હજારેક મહિલાને  ફોલો પણ કરી  હતી.  હું એવું માનતો હતો કે હું મારા લગ્નજીવન પ્રત્યે  ખૂબ જ ગંભીર હતો. હવે  જોઈએ શું થાય છે. અને મહિલાઓ... સાવધાન! હું આવી ગયો છું! મારામાં રહેલું જાનવર બહાર આવી ગયું હતું. આ   મારી માનસિકતા  હતી.'  આ  સાથે જ  તેણે ઉમેર્યું, 'મેં મારા લાંબા સમયની ગર્લફ્રેન્ડ  પ્રિયા બેનરજી સાથે  ફેબુ્રઆરીમાં લગ્ન કર્યાં. એ તો એક દૈવી સમય હતો,  જેણે અમને બે જણને મેળવ્યાં.' આ સંદર્ભે પ્રતીકે  તેને 'રેગિંગ એડિક્ટ' વિશે પણ  જણાવ્યું અને  સુભાષ ઘાઈએ તેમની ફિલ્મ ઈન્સ્ટિટયૂટ વ્હિસલિંગ વુડમાંથી કેવી રીતે હાંકી કાઢ્યો હતો, એ વાત પણ જણાવી હતી.

Related News

Icon