
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકંદર'ને લઈને ફેન્સમાં ખૂબ જ ચર્ચા છે. સલમાન ખાન 'સિકંદર' સાથે મોટા પડદા પર પાછો ફરશે. ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ 28 માર્ચના થિયેટરમાં આવશે. ફિલ્મની રિલીઝ પહેલા, નિર્માતાઓએ 'સિકંદર' ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કર્યું છે જેણે ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. અને 27 ફેબ્રુઆરીએ પણ નિર્માતાઓ ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપવાના છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર પહેલાથી જ કહ્યું હતું કે તે 18 ફેબ્રુઆરીએ ફેન્સને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સુપરસ્ટારે 'સિકંદર'નું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં સલમાનની આંખોમાં ગુસ્સો દેખાય છે. તેના આ પોસ્ટરને જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
https://twitter.com/BeingSalmanKhan/status/1891790632374485100
સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ પર મોટી જાહેરાત
ફિલ્મનું ટીઝર પણ આવી ગયું છે અને હવે લોકો ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. 'સિકંદર' નું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે અને આજે તેમનો જન્મદિવસ છે. આ પ્રસંગે, 'સિકંદર' નું નવું પોસ્ટર શેર કરતી વખતે, તેમના પ્રોડક્શન હાઉસે બીજી એક ખાસ જાહેરાત પણ કરી છે.
27 ફેબ્રુઆરીએ એક મોટી સરપ્રાઈઝ મળશે
'સિકંદર'ના પ્રોડક્શન હાઉસે લખ્યું- 'બધા અદ્ભુત ફેન્સ માટે, તમારી ધીરજ અમારા માટે ઘણી મહત્ત્વની છે. સિકંદર માટે પ્રેમ મળ્યા પછી, સાજિદ નડિયાદવાલાના જન્મદિવસ પર એક નાનકડી ગિફ્ટ. 27 ફેબ્રુઆરીએ એક મોટી સરપ્રાઈઝ તમારી રાહ જોઈ રહીછે!' 'સિકંદર' 2025માં ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન એ.આર. મુરુગાદોસ કરી રહ્યા છે.