
- 'મેં મારી જાતને સમજાવી કે ભાઈ, ડાન્સ પર ધ્યાન આપ અને આર્થિક રીતે પગભર થઈ જા. તારા માટે અત્યારે એ જ અગત્યનું છે'
રિયાલિટી ટીવી શોઝના જજ તરીકે વધુ જાણીતો ટેરેન્સ લુઈસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ટોપનો કોરિયોગ્રાફર છે. અલબત્ત, બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે વરસો પહેલા યુવાનીના શરૂઆતનૈા દિવસોમાં એ બોલિવૂડનો એક્ટર બનવા ઈચ્છતો હતો. હમણાં એક ઈન્ટરવ્યૂમાં કોરિયોગ્રાફરે એ સિક્રેટ શેયર કરતાં કહ્યું કે ૨૫ વરસ પહેલા મને એક ડાન્સ બેઝ્ડ ફિલ્મ ઓફર કરાઈ હતી પણ એનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં મારા રોલમાં એક સ્ટાર કિડને ગોઠવી દેવાયો હતો.
લુઈસ કહે છે, 'લગભગ ૨૫ વરસ પહેલાંની વાત છે. હજુ તો મેં કોલેજમાં મારો અભ્યાસ પુરો કર્યો હતો અને મને ધીમે ધીમે મોડલિંગની ઓફર્સ મળતી થઈ હતી. મેં અમુક મ્યુઝિક વિડીયોમાં પણ કામ કર્યું હતું. અને એ અરસામાં એક મ્યુઝિક વિડીયોના ડિરેક્ટર ડાન્સ બેઝ્ડ મૂવી બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. એમણે મને એક દિવસ કહ્યું કે તે પેલા મ્યુઝિક વિડીયોમાં સરસ પર્ફોર્મન્સ ાપ્યું હતું. અને મને લાગે છે કે મારી ફિલ્મમાં તું એકદમ ફિટ બેસીશ. મેં એમને ઓડિશન પણ આપ્યું અને હું રોલ માટે સિલેક્ટ પણ થઈ ગયો. પરંતુ શૂટ શરૂ થાય એ પહેલાં જ એમણે મને બોલાવીને કહી દીધું , આયમ સો સોરી પરંતુ મારે તારી જગ્યાએ બીજા કોઈને ફિલ્મમાં લેવો પડયો. એ બીજો કોઈ ઈન્ડસ્ટ્રીનો નબીરો હતો. એને સ્ટાર કિડ તો ન કહેવાય પણ એ ફિલ્મી પરિવારમાંથી આવતો હતો. ત્યારે મને એ પણ ખબર નહોતી કે નેપોટિઝમ (સગાવાદ) કોને કહેવાય.
આ બનાવનો યંગ ટેરેન્સને સારો એવો ધક્કો લાગ્યો અને એ થોડા દિવસો ઉદાસ રહ્યો પરંતુ આર્થિક રીતે એનો પરિવાર એટલો સધ્ધર નહોતો કે લાંબો સમય ગમમાં ડુબેલો રહી શકે.
સદ્નસીબે એ સમયગાળામાં મારું ડાન્સનું કામકાજ સારું ચાલતું હતું. મારી ડાન્સિંગ ઈન્સ્ટિટયૂટ હતી અન મારે એ ચલાવવા ઘણું કામ કરવાનું હતું. ફોર્ચ્યુનેટલી, મારી પાસે એક બીજી ટેલેન્ટ, હતી અને મારું અર્થોપાર્જન ડાન્સિંગમાંતી જ આવતું હતું. એટલે મને લાગ્યું કે કામ માગવા અહીં તહીં ભટકવાને બદલે મારી પાસે ેજ કામ છે એના પર જ ફોકસ કરું. મેં મારી જાતને સમજાવી કે એક્ટિંગનાસપના જોવાના છોડી ડાન્સ પર ધ્યાન આપ અને આર્થિક રીતે પગભર થઈ જા. તારા માટે અત્યારે એ જ અગત્યનું છે. મારી પાસે ત્યારે એવા પિતાનું બેકિંગ નહોતું જે મને એમ કહે કે તારી મરજી હોય એ કર. હું તને સપોર્ટ આપીશ. એમ કોરિયોગ્રાફર પોતાની દાસ્તાન આગળ ચલાવતા કહે છે.
અત્રે નોંધવું ઘટે કે ટેરેન્સ લુઈસનું બાળપણ ગરીબીમાં વીત્યું છે. મુંબઈના ઉપનગર અંધેરીની એક ચાલીની ઓરડીમાં એનો ૧૦ જણાનો પરિવાર રહેતો. આઠ ભાઈ-બહેનોમાં ટેરેન્સ સૌથી નાનો હતો એટલે એના પર બહુ ધ્યાન અપાતું નહિ. એના પિતા એક કારખાનામાં નોકરી કરતા અને માતા સીવણકામ કરી ઘર ચલાવવામાં એમને મદદરૂપ થતી. સ્વભાવે સ્વાભિમાની લુઈસે કદી સ્કૂલમાં કે બહાર કોઈને પોતાની ગરીબી કળાવા નહોતી દીધી. ે એને ડાન્સ પહેલેથી શોખ હતો અને ૧૩ વરસની વયે એ એક ડાન્સ કમ્પિટીશન જીત્યો. એ કમ્પીટીશનનું આયોજન એક ડાન્સિંગ સ્કૂલના સંચાલકોએ કર્યું હતું. ટેરેન્સે એમની ડાન્સ ઈન્સ્ટ્ટિયૂટમાં જોડાવાની ઈચ્છા દર્શાવી પણ એની પાસે ફી ભરવાના પૈસા નહોતા. એટલે પીની અવેજીમાં એણે ડાન્સ ક્લાસના નાના મોટા કામ કરી આપવાનું સ્વીકાર્યું. ડાન્સ શીખવા એણે ક્લાસમાં ઝાડુ માર્યું અને કચરા-પોતા પણ કર્યાં હતાં.
ડાન્સમાં સારી ફાવટ આવી જતાં એને શોઝમાં કામ મળતું થયું અને આવક થવા સાથે એનો આત્મવિશ્વાસ પણ વધ્યો. આજે ૪૫ વરસના કોરિયોગ્રાફરનું નામ ઘર ઘરમાં રિયાલિટી શોઝના કાબેલ જજ તરીકે જાણીતું છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે બ્રેક મળ્યા બાદ ટેરેન્સે કદી પાછું વળીને નથી જોયું. હવે તો મિડીયામાં એના અફેર વિશે અવારનવાર ગોસિપ થાય છે પણ એ પરણીને પોતાની આઝાદી ગુમાવવા નથી ઈચ્છતો. લુઈસે આજીવન અપરિણીત રહેવાની ઘોષણા બહુ સમય પહેલાં કરી નાખી છે.