Home / Entertainment : The heart is called the heart, love is with you

Chitralok : દિલને યે કહા હૈ દિલ સે,મુહબ્બત હો ગયી હૈ તુમ સે

Chitralok : દિલને યે કહા હૈ દિલ સે,મુહબ્બત હો ગયી હૈ તુમ સે

- સિને મેજિક

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- નુસરત ફતેહ અલી ખાને ધાર્યું હોત તો પોતાના સંગીતમાંથી ઉઠાંતરી કરનાર નદીમ-શ્રવણ સામે અત્યંત આકરાં પગલાં લઇ શક્યા હોત. પરંતુ નુસરત ફતેહ અલી ખાન માટે આ બંને સંગીતકારો બચ્ચાં જેવા હતા. પોતાની સુરક્ષા ખાતર કે અન્ય કોઇ કારણે નદીમ-શ્રવણે વ્યાવસાયિક કૌશલ્ય દર્શાવતાં 'ધડકન'માં એક આખું ગીત નુસરત ફતેહ અલી ખાન પાસે ગવડાવ્યું અને તગડો પુરસ્કાર પણ અપાવ્યો

એક સમય હતો જ્યારે એક્શન હીરો અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટી વચ્ચે ઇલુ ઇલુ ચાલતું હતું. પછી બંને છૂટા પડી ગયાં. એમના બ્રેકઅપ પછી ૨૦૦૦ની સાલમાં ફિલ્મ સર્જક ધર્મેશ દર્શન બંનેને લઇને આવ્યા. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી પણ છે. એને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ આ ફિલ્મ માટે મળ્યો હતો. 

આમ જુઓ તો આ પ્રણય ત્રિકોણ જ છે. એક સમયે સુનીલને પ્રેમ કરતી શિલ્પા માતાપિતાના આગ્રહથી અક્ષયકુમારને પરણી જાય છે. એ સમયે સુનીલ કડકાબાલૂસ હોય છે. એની ચાલચલગત પણ શંકાસ્પદ હોય છે. લગ્ન પછી શિલ્પા માતા બને છે. વરસો બાદ સુનીલ એના જીવનમાં પાછો ફરે છે. હવે એ કરોડપતિ છે. એ ફરી શિલ્પાને સમજાવે છે કે આપણે બંને એક થઇ જઇએ. પછીની વાર્તા નહીં કહું,કારણ કે કોઈ વાચક,કે જેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી પણ જોવા ધારે છે,એને રસક્ષતિ થઈ જશે. ફિલ્મ સુપરહિટ નીવડી હતી. કમાણીની દ્રષ્ટિએ ૨૦૦૦ના વર્ષમાં ચોથા ક્રમે આવી હતી. ગીતો સમીરનાં અને સંગીત નદીમ-શ્રવણનું હતું.

વરસો પહેલાં એક લોકોક્તિ સાંભળી હતી- લાંચ લેતે પકડા ગયા? લાંચ દેકર છૂટ જા... નદીમ શ્રવણે અગાઉ જગવિખ્યાત કવ્વાલ નુસરત ફતેહ અલી ખાનનાં સ્વરાંકનોની કોપી કરેલી એ વાત આપણે જાણીએ છીએ. નુસરત ફતેહ અલી ખાને ધાર્યું હોત તો આ બંનેની કારકિર્દી અકાળે અવસાન પામે એવાં આકરાં પગલાં લઇ શક્યા હોત. પરંતુ નુસરત ફતેહ અલી ખાન માટે આ બંને સંગીતકારો બચ્ચાં જેવા હતા. એમણે આખી વાતને હસવામાં કાઢી નાખી હતી. પરંતુ પોતાની સુરક્ષા ખાતર કે અન્ય કોઇ કારણે નદીમ-શ્રવણે વ્યાવસાયિક કૌશલ્ય દર્શાવતાં 'ધડકન'માં એક આખું ગીત નુસરત ફતેહ અલી ખાન પાસે ગવડાવ્યું અને એ માટે તગડો પુરસ્કાર આપવા ફિલ્મ સર્જકને સમજાવી લીધા. વાત પૂરી.

આટલેથી ખરેખર વાત પૂરી થતી નથી. ઢગલાબંધ ફિલ્મો સ્વીકારી હોય તો ગીતોનું સ્વરાંકન તો કરવું પડે ને. અહીં આઠ ગીતો છે. એમાં એક નુસરત ફતેહ અલી ખાને ગાયું. બાકી રહ્યાં સાત ગીતો. એનું શું કરવું? હવે એની વાત કરીએ. એ પહેલાં નુસરત ફહેહ અલી ખાને ગાયેલું લગ્નગીત યાદ કરીએ. 'શહનાઇયોં કી સદા કહ રહી હૈ, ખુશી કી મુબારક ઘડી આ ગયી હૈ, સજી સુર્ખ  જોડે મેં ચાંદ-સી દૂલ્હન,ઝમીં પે ફલક સે પરી આ ગયી હૈ,દૂલ્હે કા સેહરા સુહાના લગતા હૈ,ધડકન,ઘડકન,ધડકન...' ગાયકનો બુલંદ કંઠ અને જોમદાર લયથી આ લગ્નગીત માણવા જેવું બન્યું છે.

'દિલને યે કહા હૈ દિલ સે,મુહબ્બત હો ગયી હૈ તુમ સે...' અલકા યાજ્ઞિાક,કુમાર સાનુ અને ઉદિત નારાયણે ગાયેલું આ ગીત ફિલ્મમાં રિપીટ થાય છે. આ ગીતની તર્જ એક સાઉદી અરેબિયન અભિનેતા સંગીતકાર ગાયક અબ્દુલ મજીદ અબ્દુલ્લાની છે. મિડલ ઇસ્ટમાં આ કલાકારના નામના ડંકા વાગે છે. એના એક સુપરહિટ અરબી ગીત પરથી નદીમ શ્રવણે 'દિલને યે કહા હૈ દિલ સે' ગીત તૈયાર કર્યું. સમયનો અને ભાગ્યનો સાથ હોય ત્યારે માણસ કેવી રીતે મબલખ સફળતા મેળવે છે એનો આ એક દાખલો છે.

કદાચ આટલું વાંચીને તમને ધરવ ન થયો હોય તો વધુ એક ગીતની વાત કરીએ. અલકા યાજ્ઞિાકના કંઠે આ ગીત  ગવાયું છે. મુખડું છે, 'અક્સર ઇસ દુનિયા મેં અનજાને મિલતે હૈં,અનજાની રાહોં મેં મિલ કે ખો જાતે હૈં...' સરસ ગીત છે. પણ મૌલિક નથી. ૧૯૯૯, ૨૦૦૮ અને ૨૦૧૧માં જેના આલ્બમ સૌથી વધુ વેચાયેલાં એવી એક મેગા હિટ લેબેનીઝ ગાયિકા,સંગીતકાર નાજવા કરમના એક ગીત પરથી નદીમ શ્રવણે આ ગીત તૈયાર કરેલું. બોલો,છેને કમાલ!

હવે બાકી રહેલાં ગીતોનો આસ્વાદ. 'તુમ દિલ કી ધડકન મેં રહતે હો,રહતે હો...' ગીત પણ ટાઇટલ ગીત કહી શકાય. આ ગીત પહેલીવાર અભિજિત અને અલકા યાજ્ઞિાકના કંઠમાં છે. બીજી વાર કુમાર સાનુના કંઠે રજૂ થાય છે અને ઔર એકવાર વાદ્ય સંગીત રૂપે પણ સાંભળવા મળે છે. આ ગીતમાં નદીમ-શ્રવણે રોમાન્સરંગી રાગ મારુ બિહાગનો આશરો લીધો છે. (ફિલ્મ 'સેહરા'નું અત્યંત મધુર ગીત 'તુમ તો પ્યાર હો...' યાદ છે ને,એ રાગ મારુ બિહાગમાં હતું ).કહરવા તાલ ગીતને મસ્ત બનાવે છે.

ઉદિત નારાયણ અને અલકાના કંઠે રજૂ થયેલું ઔર એક રોમાન્ટિક ગીત 'આયમ ઇન લવ,ના ના કરતે પ્યાર હાય મૈં કર ગઇ કર ગઇ કર ગઇ...' આ ગીતમાં સંગીતકારોએ પહાડી રાગનો આધાર લીધો છે અને ગીતને લચકદાર કહેરવા તાલમાં જમાવ્યું છે. 

૧૯૮૯-૯૦થી શરૂ કરીને લગભગ એક આખો દાયકો એકચક્રી રાજ કરનારા આ સંગીતકારોની કારકિર્દીને બ્રેક કેમ લાગી એ વાત કરવા અગાઉ આપણે હજુ એમની થોડીક ફિલ્મોનાં સંગીતનો આસ્વાદ લઇશું. 

- અજિતપોપટ

 

Related News

Icon