Home / Entertainment : These top Bollywood actresses fell in love with married men

બોલિવૂડની આ ટોચ અભિનેત્રીઓને થયો પરિણીત પુરુષ સાથે પ્રેમ, ખુશીથી બીજી પત્ની બની

બોલિવૂડની આ ટોચ અભિનેત્રીઓને થયો પરિણીત પુરુષ સાથે પ્રેમ, ખુશીથી બીજી પત્ની બની

ફિલ્મી દુનિયામાં એક્ટર્સની લવ સ્ટોરીને લઈને ચર્ચા થવી સામાન્ય બાબત છે. હાલના સમયમાં સ્ટાર્સની ડેટિંગની ખબરો છુપાયેલી રહેવી ખૂબ જ મુશ્કેલ કામ છે. જોકે, ગ્લેમરની દુનિયાથી આવતી ખબરોમાં કેટલીક એવી જાણીતી એક્ટ્રેસની લવ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી છે, વિવાહિત વ્યક્તિઓના પ્રેમમાં પડી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મી દુનિયામાં મોટા ભાગે જોવા મળે છે કે, અનેક સ્ટાર્સ પોતાનો એક સબંધ છોડીને બીજો સબંધ અપનાવી લે છે. તેમાં જ કેટલીક એવી અભિનેત્રીઓ છે જેણે વિવાહિત એક્ટર્સને ડેટ કર્યા છે. 

નયનતારા

સાઉથની ફેમસ અભિનેત્રી નયનતારાની ડેટિંગ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. આ અભિનેત્રી ફેમસ કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર પ્રભુ દેવા સાથે રિલેશનશિપમાં હતી, જોકે તે પહેલાથી જ વિવાહિત હતો. સમાચાર તો એવા પણ સામે આવ્યા હતા કે બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા.

ઝીનત અમાન

ઝીનત અમાન ખૂબ જ ફેમસ નામ છે, તેનું દિલ પોપ્યુલર એક્ટર અને ફિલ્મમેકર ફિરોઝ ખાનના નાના ભાઈ સંજય ખાન પર આવી ગયુ હતું. જોકે, તે સમયે સંજય વિવાહિત હતો. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ બંનેએ એક વર્ષમાં જ તલાક લઈ લીધુ હતું.  

રાની મુખર્જી

રાની મુખર્જી બોલિવૂડમાં એક ફેમસ નામ રહી ચૂક્યું છે. આજે પણ લોકો તેની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે. રાનીએ 2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા, જોકે એવા સમાચાર હતા કે તેમના સંબંધની શરૂઆત થઈ ત્યારે આદિત્ય વિવાહિત હતો.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીના લગ્ન સમયે પણ એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે, જ્યારે શિલ્પા અને રાજ કુંદ્રાએ ડેટિંગ શરૂ કર્યું ત્યારે રાજ કવિતા સાથે હતો. બાદમાં રાજે કવિતાને છૂટાછેડા આપીને શિલ્પા સાથે લગ્ન કરી લીધા હતા. 

રીના રોય

શત્રુધ્ન સિન્હા અને પૂનમ ચંદિશ ચંડીરામાની ખૂબ જ ફેમસ કપલ છે, પરંતુ એક સમય હતો જ્યારે આ અભિનેતાનું નામ બીજી અભિનેત્રી સાથે પણ જોડાયું હતું. તે અભિનેત્રી બીજી કોઈ નહીં પણ રીના રોય હતી. તેમનો સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો હતો. 

Related News

Icon