Home / Entertainment : This actor played character of BR Ambedkar after Shahrukh rejected the film

Shahrukhને ઓફર થઈ હતી BR Ambedkar પર બનેલી ફિલ્મ, તેણે ઈનકાર કરતા આ સુપરસ્ટારે કર્યું કામ

Shahrukhને ઓફર થઈ હતી BR Ambedkar પર બનેલી ફિલ્મ, તેણે ઈનકાર કરતા આ સુપરસ્ટારે કર્યું કામ

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણી પોલિટીકલ ડ્રામા ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાંથી તાજેતરની ફિલ્મ કંગના રનૌતની 'ઈમરજન્સી' (Emergency)  છે. ઘણા કલાકારોએ રાજકીય નેતાઓને પડદા પર જીવંત કર્યા છે, પરંતુ દરેક જણ 2000માં મામૂટી (Mammootty)એ જે કર્યું હતું તે નથી કરી શકતા. દક્ષિણના આ વર્સેટાઈલ સુપરસ્ટારે હંમેશા પોતાની શાનદાર અભિનય કુશળતાથી દર્શકોના દિલ જીતી લીધા છે. પણ તેમની ફિલ્મ 'ડો. બાબાસાહેબ આંબેડકર' (Dr. Babasaheb Ambedkar) હંમેશા અલગ રહેશે. જબ્બાર પટેલ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મે આપણા 'બંધારણના પિતા' ના પાત્રને ન્યાય આપ્યો એટલું જ નહીં, પરંતુ મામૂટી (Mammootty) ને તેમનો ત્રીજો નેશનલ એવોર્ડ પણ અપાવ્યો. પરંતુ, શું તમે જાણો છો કે મલયાલમ અભિનેતાએ શરૂઆતમાં તેની મૂછોને કારણે ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મામૂટીએ પહેલા ઈનકાર કર્યો હતો

દિગ્દર્શક જબ્બાર પટેલે તેમની ફિલ્મ વિશે વાત કરી અને ખુલાસો કર્યો કે મલયાલમ અભિનેતાએ શરૂઆતમાં તેમની ફિલ્મ કરવાનો ઈનકાર કરી દીધો હતો. દિગ્દર્શકે કહ્યું, "ટાઈમ કમીટમેન્ટ અને મૂછો કાપવાની જરૂરિયાતને કારણે, મામૂટી (Mammootty) શરૂઆતમાં આ પાત્ર ભજવવાના મૂડમાં નહોતા. પરંતુ પછી તેમણે ફિલ્મ બનાવવા માટે જરૂરી સમય માટે દર મહિને દસ દિવસ ફાળવવાનું વચન આપ્યું હતું અને કમીટમેન્ટ અને તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન પ્રોજેક્ટ પર આપ્યું." ફિલ્મ 'ડો. બાબાસાહેબ આંબેડકર' (Dr. Babasaheb Ambedkar) માં તેમની ભૂમિકા માટે આ અભિનેતાને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

શાહરૂખ ખાને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી

જ્યારે જબ્બાર પટેલે ડો. આંબેડકરના જીવનચરિત્ર પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે સૌપ્રથમ શાહરૂખ ખાન (Shahrukh Khan) ને આ ભૂમિકા ઓફર કરી હતી. તે સમયે, સુપરસ્ટારે આદરપૂર્વક ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં, શાહરૂખ Shahrukh Khan) એ ફિલ્મ વિશે ખુલીને કહ્યું હતું, "હું વાસ્તવિક જીવનના લેજન્ડનું ચિત્રણ નથી કરી શકતો. નસીરભાઈ, નાના અને કમલ હાસન જેવા ઘણા કલાકારો મજબૂત રાજકીય કે સામાજિક માન્યતાઓ ધરાવે છે. તે આવા પાત્રો ભજવવા માટે સક્ષમ છે. મારી પાસે એક વાસ્તવિક વ્યક્તિત્વ દર્શાવવા માટેનો દૃઢ નિશ્ચય, ઈચ્છાશક્તિ અને કદાચ એટલી કુશળતા પણ નથી. પાંચ વર્ષ પછી, હું આ કરી શકીશ. પણ હું અત્યારે તે નથી કરી શકતો."

આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા

આ ફિલ્મ ફક્ત 8.95 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજીમાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મને બેસ્ટ એક્ટર (મામુટી), બેસ્ટ આર્ટ ડિરેક્શન (નીતિન ચંદ્રકાંત દેસાઈ) અને અંગ્રેજીમાં બેસ્ટ ફીચર ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા.

Related News

Icon