
મને આખી જિંદગી મારા શરીર પ્રત્યે નફરત હતી. મારા શરીરને સ્વીકારવાની પ્રક્રિયા લાંબી રહી છે અને તેનાથી મને મારી જાતને પ્રેમ કરવામાં મદદ મળી છે. આજે હું મારા શરીરથી ખુશ છું. અને તે ફક્ત એટલા માટે નથી કારણ કે મેં વજન ઘટાડયું છે. હું વજન ઘટાડી શકી છું. તેના કારણે હું મારા શરીરથી ખુશ છું.....' આ શબ્દો છે, અભિનેત્રી વિદ્યા બાલનના, જેને બોલિવુડમાં બે દાયકા-વીસ વર્ષ થઈ ગયા છે. તેણે બોલીવૂડના નિયમોમાં રહીને પોતાનું સ્થાન બનાવ્યું છે.
પોતાના લગ્નજીવન અંગે વાતો કરતાં વિદ્યા બાલન કહે છે,'હા, હું બિલકુલ લગ્ન કરવા ઈચ્છતી જ નહોતી. આજે પણ નથી લાગતું કે ભાગીદારી સરળ છે. અને મને નથી લાગતું લગ્ન સરળ છે, પરંતુ હકીકત એ છે કે અમને બંને ફિલ્મોદ્યોગના જ છીએ એ એક આશીર્વાદ છે. કારણ કે જો અમારા કામ અને જીવનને ખરા અર્થમાં સમજી શકે, તો તે આ વ્યવસાયના લોકો જ છે. જો કે હવે મને સમજાયું છે કે લગ્ન હમેશાં પ્રગતિમાં જ રહે છે. હું ક્યારેય મારા પતિ-સિદ્ધાર્થ રોય કપૂરને સલાહ આપતી નથી. પરંતુ અમે બંને એકબીજાને ટેકો આપીએ છીએ અમે જં કઈ પણ કરીએ છીએ એ અંગે જેટલા ઉત્સાહી છીએ તેનો આદર કરીએ છીએ. મને લાગે છે કે મને એવો જીવનસાથી મળ્યો છે જે મને મારી રીતે રહેવા દે છે અને તે મારો મુખ્ય આધાર છે.'
અનેકવિધ નામો, ખિતાબોથી નવાજવામાં આવે છે જે તારા પર અવાસ્તવિક દબાણ લાવતા? આ પ્રશ્નનો ઉત્તર આપતા વિદ્યા કહે છે, 'હા એવું કરવું અશક્ય છે. તમે દરરોજ જુદો જુદો ખોરાક આરોગી શકતા નથી. તમને તમારા દાળ-ભાતની જરૂર છે. તમે કદાચ જુદી જુદી રીતે દાલ બનાવી શકો, પણ એથી વિશેષ તો કશું જ નહીં. હું એવી વસ્તુ કરું છું જે મને ગમતી હોય છે અને હું સરળતાથી કંટાળી પણ જાઉં છું તેથી હું વિવિધ ભૂમિકા શોધું છું. હું એ અર્થમાં મારી જાતને નિર્ભય પણ નથી માનતી. 'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મ મને જ્યારે દેખાઈ ત્યારે મારામાં ભૂખ હતી. અને મેં તે કર્યું. શું હું જોખમ લેવાનો વિરોધ કરું છું. ના હું એ નથી. શું હું સાહસિક છું? હા. હવે હું એવા તબક્કામાંથી પસાર થઈ રહી છું જ્યાં હું ફક્ત ફિલ્મોમાં જ મજા કરવા માગું છું. હું એવું કઈ કરવા માગતી નથી, જે મેં પહેલા કરેલા કામની યાદ અપાવે આ મારી હાલની માનસિક સ્થિતિ છે.
તારી ટીકા પણ થઈ છે, એ અંગે શું કહેવું છે? વિદ્યા કહે,'લોકોએ કહેલી ખરાબ વાતો અને અપમાનજનક અનુભવો માટે હું તેમની આભારી છું. તેનાથી જ મને ખ્યાલ આવ્યો કે હું કેવા પ્રકારનું કામ કરવા માગું છું. હું ખરેખર કોણ છું? મેં મારી જાતને સ્વીકારવાનું શરૂ કર્યું જે ખૂબ જ હૃદયસ્પર્શી હતું.'
તમે ૨૦ વર્ષની સફરમાં કોઈ ક્ષણ ફરી જીવી શકો તો તે કઈ હશે? વિદ્યા કહે છે 'એ તો એમ્સ્ટરડેમમાં પરિણીતાનો પ્રીમિયમ. મને ફિલ્મ જોયાનું યાદ નથી. કારણ કે તે અસ્પષ્ટ છે. એ તો મારા લગ્નના દિવસ જેવી છે. મને જે યાદ છે તે એ છે કે કલાકારો સાથે તે સ્ટેજ પર ઊભા રહીને દુનિયાને જોઈ રહી હતી. તે હાઉસ ખરેખર હાઉસ હતું. આ તે છે જે મેં હંમેશાં ઈચ્છ્યું હતું. મને કશી ખબર નહોતી કે આગળ કોઈ માર્ગ છે કે નહીં, પરંત મને લાગ્યું કે હું શિખર પર છું. તે ક્ષણ મારી મન:સ્મૃતિ પર જળવાઈ રહી છે. એવું લાગે છે કે હું પ્રેક્ષકો તરફ ચાલી છું. અને હું જ્યારે દુનિયા તરફ વળી ત્યારે મારી દુનિયા બદલાઈ ગઈ હતી.
વિદ્યા બાલન કહે છે, 'મને નથી લાગતું કે મેં સભાનપણે કઈ કર્યું છે. બસ, હું એની રીતે જ બની છું. આટલું જ નહીં, મને એવું પણ નથી લાગતું કે મને પરંપરાગત અભિનેત્રી બનવાથી કોઈ રોકી રહ્યું હતું. ઉપરાંત મેં ક્યારેય મારી જાતને અપરંપરાગત અને અલગ માની ન હતી. આ જ મને આપવામાં આવેલાં ટેગ હતા. હું વર્ષોથી જે અભિનેત્રીઓની પ્રશંસા કરી છે તેવી બધી અભિનેત્રીઓ જેવી બનવા માગતી હતી. મને મળેલી દરેક તક સાથે મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. ભલે તે 'ગુરુ' માં મણિરત્નમ્ સાથે હોય કે 'હલ્લા બોલ' કે 'સલામ-એ ઈશ્ક'માં નિખિલ અડવાણી સાથે હોય. મેં આ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરી, પણ તે બધી જ ભિન્ન ભિન્ન હતી. હું એ જ છું અને એ વાતથી અભિવ્યક્ત થવા લાગી. જ્યારે સફળતા મળે છે ત્યારે તમને તમારા જેવા દેખાડવાથી કોઈ વાંધો નથી. બે ફિલ્મ એવી છે જ્યા મને લાગે છે કે મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. 'હેય બેબી' અને 'કિસ્મત કનેક્શન' છે. આ બંને ફિલ્મોનો આનંદ માણ્યો હતો, પણ તેના માટે ઘણી ટીકા પણ થઈ હતી.
તમારી કારકિર્દીમાં ઘણાં બ્રેકિંગ પોઈન્ટ પણ આવ્યા. આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યા કહે છે, 'ધ ડર્ટી પિક્ચર' અને 'કહાની' પછી મારી ઘણી ફિલ્મો નિષ્ફળ રહી હતી. અને હું નિષ્ફળતામાં સરી પડી હતી. મને લાગ્યું કે બધા મને સાણસામાં લેવા માટે તૈયાર બેઠા છે. મેં ચોક્કસ પ્રકારનું આત્મગૌરવ ધારણ કર્યું. હું એવું પણ કંઈ કરી રહી નહોતી જે કરવાનું મને ગમતું હતું. મેં સુધારો લાવ્યો અને નિષ્ફળતામાંથી બહાર નીકળતી.'