Home / Entertainment : Who took the highest fees for Panchayat Season 4

'Panchayat 4' Cast Fees / સચિવ જી, મંજુ દેવી કે પ્રધાન જી, સિરીઝની ચોથી સિઝન માટે કોણે લીધી સૌથી વધુ ફી?

'Panchayat 4' Cast Fees / સચિવ જી, મંજુ દેવી કે પ્રધાન જી, સિરીઝની ચોથી સિઝન માટે કોણે લીધી સૌથી વધુ ફી?

TVFની 'પંચાયત' (Panchayat) ભારતીય દર્શકોની પ્રિય સિરીઝ છે, જે ફરી એકવાર તેની ચોથી અને ધમાકેદાર સિઝન સાથે પરત ફરી છે. આ સિઝનમાં, ક્રાંતિ દેવી અને મંજુ દેવી વચ્ચે પ્રધાન બનવા માટે સ્પર્ધા છે. 'પંચાયત' ની ચોથી સિઝનને દર્શકો તરફથી મિક્સ રિવ્યુ મળ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'પંચાયત 4' (Panchayat 4) ની વાર્તાએ લોકોને થોડા બોર કર્યા હશે, પરંતુ આ સિરીઝની સ્ટાર કાસ્ટે દર્શકોના દિલ જીતી લીધા છે. આ સિરીઝમાં જિતેન્દ્ર કુમારે સચિવ જીની ભૂમિકા ભજવી હતી, જ્યારે રઘુબીર યાદવ પ્રધાન જી તરીકે પ્રખ્યાત થયા હતા. મંજુ દેવીથી લઈને પ્રહલાદ ચા અને વિકાસ-રિંકી સુધી, બધા હવે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા છે. ચાલો જાણીએ આ સિરીઝની ચોથી સિઝન માટે કોણે સૌથી વધુ ફી લીધી છે.

આ અભિનેતાને 'પંચાયત 4' માટે સૌથી વધુ ફી મળી

'પંચાયત 4' (Panchayat 4) માટે સૌથી વધુ ફી મેળવનાર અભિનેતાનું મગજ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી કામ કરે છે. તે પોતાની સમસ્યાઓનો ઉકેલ ભલે  ન લાવી શકે, પણ મંજુ દેવી અને પ્રધાન જીની દરેક સમસ્યાનો ઉકેલ તેની પાસે છે. અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. જો નહીં, તો ચાલો તમને જણાવી દઈએ કે 'પંચાયત' ના સચિવ જીએ સિઝન 4 માટે સૌથી વધુ ફી લીધી છે.

નીના ગુપ્તા ભલે સિનિયર હોય, પરંતુ 'પંચાયત' નો હીરો તો સચિવ જી એટલે કે જિતેન્દ્ર કુમાર જ છે. એક રિપોર્ટ અનુસાર, જિતેન્દ્ર કુમાર ઉર્ફે અભિષેક ત્રિપાઠીએ 'પંચાયત 4' (Panchayat 4)  ના દરેક એપિસોડ માટે 70,000 રૂપિયા ફી લીધી છે. એટલે કે આખી સિઝન માટે તેની કુલ ફી લગભગ 5,60,000  રૂપિયા છે.

અન્ય કલાકારોએ કેટલી ફી લીધી?

જિતેન્દ્ર કુમાર પછી, બીજા ક્રમે સૌથી વધુ ફી લેનાર નીના ગુપ્તા છે, જેણે આખી સિઝન માટે 4,00,000 રૂપિયા લીધા હતા, તેની પ્રતિ એપિસોડ ફી 50,000 રૂપિયા હતી. ત્રીજા નંબરે તેના ઓનસ્ક્રીન પતિ અને ફુલેરાના પ્રધાન જી ઉર્ફે રઘુવીર યાદવ છે, જેણે સિરીઝ માટે પ્રતિ એપિસોડ લગભગ 40,000 રૂપિયા લીધા હતા, તેણે આખી સિઝન માટે 3,20,000 રૂપિયા લીધા હતા.

સિરીઝમાં પ્રહલાદ ચાની ભૂમિકા ભજવનાર ફૈઝલ મલિકે પ્રતિ એપિસોડ 20,000 રૂપિયા લીધા હતા અને આખી સિઝન માટે તેની ફી 1,60,000 રૂપિયા હતી, જ્યારે ચંદન રોય જેણે વિકાસનું પાત્ર ભજવ્યું છે તેણે પણ ફૈઝલ મલિક જેટલી જ ફી લીધી હતી.


Icon