Home / India : Fake IAS officer caught in Mumbai

નકલી IAS અધિકારી ઝડપાયો,'ભારત સરકાર' લખેલી કારમાં ફરતો; ગૃહમંત્રાલયના કર્મચારી તરીકે આપતો દમદાટી 

નકલી IAS અધિકારી ઝડપાયો,'ભારત સરકાર' લખેલી કારમાં ફરતો; ગૃહમંત્રાલયના કર્મચારી તરીકે આપતો દમદાટી 

ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળતી હતી. હવે અન્ય રાજ્યમાં પણ નકલી અધિકારીઓની ઘટના સામે આવી રહી છે. મુંબઇમાં નકલી IAS અધિકારી ઝડપાયો છે. આ નકલી IAS અધિકારી ગૃહમંત્રાલયમાં કામ કરતો હોવાનું કહી મુંબઇમાં કસ્ટમના ગેસ્ટહાઉસમાં વૈભવી સુવિધા ભોગવતો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નકલી IAS અધિકારી ઝડપાયો

મુંબઇ પોલીસે 32 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી ખુદને IAS અધિકારી ગણાવી મુંબઇમાં કસ્ટમના ગેસ્ટહાઉસમાં રોકાયો હતો. આરોપી 'ભારત સરકાર'નામની પ્લેટ ધરાવતી કારમાં મુસાફરી કરતો હતો. આ વાતની જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે. આરોપીની ઓળખ બિહારના ચંદ્રમોહન સિંહના રૂપમાં થઇ છે.

 ગૃહમંત્રાલયમાં કામ કરતો હોવાનું કહી ખોટા દસ્તાવેજ બતાવ્યા

આરોપી ગૃહમંત્રાલયનો કર્મચારીનો દાવો કરી કસ્ટમની સુવિધામાં રોકાયો હતો.અધિકારીએ જણાવ્યું કે તે 'ભારત સરકાર' નામની પ્લેટ ધરાવતી કારમાં ફરતો હતો. દાદરમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલે રોડ નિયમના ઉલ્લંઘન માટે તેને રોક્યો પણ હતો પરંતુ તે દુખને IAS અધિકારી ગણાવી ભાગવમાં સફળ રહ્યો હતો.

જોકે, આ વચ્ચે એક ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા પોલીસે મલાડ વિસ્તારમાં એક હોટલની બહાર ચંદ્રમોહન સિંહને એક કારમાં ડ્રાઇવર સાથે ફરતો જોયો હતો. અધિકારીએ જણાવ્યુ કે તેને પહેલા ખુદને IAS અધિકારી ગણાવ્યો અને પછી ફેક ઓળખ પત્ર બતાવ્યો હતો. તપાસ દરમિયાન તેને કબૂલ કર્યું કે આ દસ્તાવેજ ખોટા હતા.

પોલીસને તેની પાસેથી અન્ય કેટલાક દસ્તાવેજ પણ મળ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો કે તે સંરક્ષણ મંત્રાલયમાં કામ કરે છે. અધિકારીએ જણાવ્યું કે છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે અને કાયદાકીય જોગવાઇ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હજુ સુધી આરોપી દ્વારા IAS અધિકારી તરીકે ઓળખાણ પાછળનો હેતુ શોધી શકી નથી.પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઇ શકે છે.

 

Related News

Icon